________________
પ્રકરણ : ૧૧
પાકિસ્તાનનાં જૈન મંદિરો
મુલતાન / કોહાટ
मुलतान की चूडी सराय .... मुहब्बत सराय
અમે ટ વિસ્તારથી મુલતાન શહેરમાં પહોંચી રહ્યા હતા. આ શહેર ‘હોળી’ પર્વનું જન્મદાતા છે. હોળિકાએ ભક્ત પ્રહ્લાદને આ જગ્યાએ ખોળામાં બેસાડચો હતો, પણ તે સ્વયં ભસ્મ થઈ ગઈ. અમારી ડાબી બાજુ હતું ભક્ત પ્રહ્લાદનું મંદિર. જોકે હવે તે મંદિર નથી, હવે તે ઉજ્જડ ચિહ્નમાત્ર છે. ભારતમાં એક મસ્જિદના પતન પછી આ મંદિરનું પણ પતન થયું.
મંદિર કે જે ભક્તની ચાદરૂપે હતું, બધા માટે પવિત્ર હતું તે રાજનીતિના ખપ્પરમાં હોમાઈ ગયું.
ભક્ત પ્રહ્લાદનું મંદિર હવે માત્ર એક ઈમારતનું ખંડેર જ નહીં, પરંતુ ઇતિહાસનું પણ ખંડેર બની ગયું. કદાચ લોહીનાં છાંટણામાં હોળીના લાલ-પીળા રંગ છે !
મુલતાનના ઘંટાઘર ચોકની સામે છે પ્રાચીન કિલ્લો. હજારો વર્ષ જૂનો. ઈતિહાસ કહે છે કે સોમનાથ જતાં મહંમદ ગઝનવી મુલતાનના રસ્તેથી ગયો હતો. મુલતાનના રાજા મૂળરાજે ઈ.સ. ૧૮૪૯માં આ કિલ્લા પરથી અંગ્રેજો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો.
મુલતાનનું શ્વેતાંબર જૈન મંદિર
અમારે ચૂડીબજારમાં જૈન મંદિર જોવા જવાનું હતું. ચૂડીબજારમાં બન્ને બાજુ દુકાનો હતી. મુલતાની કઢાઈના ‘જનાના સૂટ' સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ છે. ચૂડીબજારનો રસ્તો પૂછીને અમે નાનકડી ગલીમાં આવી ગયા.
‘ભાવડા મહોલ્લો તો આ જ છે, પરંતુ મંદિરની જાણ નથી’.
અચાનક મારી નજર જમણા તરફની ખૂબ સુંદર અને વિશાળ ઈમારત પર પડી. દીવાલો પર સિમેન્ટની દેવી-દેવતાઓની મૂર્તિઓ બનેલી હતી. બની શકે છે
૩૭