________________
------------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ મને લાગ્યું કે હું એક યુદ્ધના મેદાનમાં લાશોની ઉપર ચાલી રહ્યો છું. ક્યારેક કોઈ ખોપડી, ક્યારેક માંસના ટુકડા મારા પગ નીચે આવી ગયા હોય! દિલમાં ઉતરી જનારી નીરવ ચુપ્પી ! પહેલી સીડી પર પગ મૂક્યો. દુર્ગધ-કાગળ, પ્લાસ્ટિક તથા કપડાંની દુર્ગધ. મને ઊલટી થવા લાગી. ઘણા વખત પહેલાં મેં કોઈ પુસ્તકમાં વાંચ્યું હતું કે આ મંદિર ઘણું જૂનું છે, જેને કલમની ગજ માપી શકતી નથી.
ઈ.સ. ૧૯૪૦માં વિદ્યા-પ્રસારક આચાર્ય વિજયવલ્લભસૂરિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ તે મુનિ વલ્લભવિજયજી છે કે જેઓએ કસૂર, માલેર, કોટલા, લાહોર વગેરે પંજાબનાં અનેક શહેરોમાં જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું તેમ જ જીર્ણોદ્ધાર કરાવ્યો. તેઓશ્રીએ પોતાનું સમગ્ર જીવન વિદ્યાના પ્રસાર માટે અર્પણ કર્યું, સ્ત્રીશિક્ષાના પણ હિમાયતી હતા.
કદમની સાથે દુર્ગધ વધી રહી હતી. આ દુર્ગધ કદાચ મારા પોતાના અંદરની હોય. કદાચ ધાર્મિક ઉન્માદ અથવા કટ્ટરતાની બદબૂ કે અમારા હલકા વિચારોની બદબૂ મને કંઈ સમજ પડતી નહોતી.
હું મંદિરની બિલકુલ અંદર પહોંચી ગયો હતો – પૂજાસ્થાન સુધી. એક ગોળ ગુંબજ, તેની અંદર એક બીજું ભગવાન મહાવીરનું લાંછન-સિંહ. અન્ય તીર્થંકરોનાં ચિ. દીવાલો પર ફૂલછોડ તથા રંગીન વેલીઓ - ક્યાંક નષ્ટ થયેલી કે ક્યાંક તૂટેલી.
મંદિરની અંદર બીજું કંઈ નહોતું - સિવાય ભંગારવાળાએ એકત્ર કરેલી ગંદકી. અમારા માટે ગંદકી અને તેના માટે આજીવિકાનું સાધન ! મંદિરની એક તરફ વિકસિત શહેર, મધ્યમાં સડક, બીજી બાજુ અટૂલી નદી. નદીકિનારે એક કવિ, જે સ્થાનિક છે.
साडे सिर ते टीला जोगियाँ, पैरां विच विहीत वगे । मुख चमके दीपक सूर्य, मन चन्दर जोत जगे । पत्थर चों चश्मा फुट्टिया बन तीर्थराज कटास, एह अमृत जल स्वर्ग दा, इत्थे बुझदी रुह दी प्यास । धरती दा सीना चीर दे, ला दिग्गिर्यां वाँगर जोर,
૩૫