________________
--પાકિસ્તાનનાં જૈન મંદિરો -
- કેટલાક લોકો ખુરશી પર બેઠા હતા. કદાચ તેઓ રાજાજીને ઓળખતા હતા.
- “અમે આ મંદિરને જોવા માગીએ છીએ. આ સજ્જન લાહોરથી આવ્યા છે અને જૈનોનાં મંદિર શોધી રહ્યા છે.” રાજાએ પૂરી વાત કરી.
જી આવો, બેસો. આ જ જૈન મંદિર છે. તેમાંના એકે કહ્યું.
રાજાજી આપની પાસે બેસે છે, હું મંદિરને જોઈ લઉં' મેં વિનમ્રતાથી કહ્યું. મંદિર અહીંથી લગભગ વીસ કદમ દૂર હતું.
મેં પહેલાં ચિત્ર લીધું. ગાદીની નીચે મને ભગવાન મહાવીરનું લાંછન (ચિહ્ન) સિંહ અને અન્ય નિશાનીઓ જોવા મળી. હવે ખાતરી થઈ ગઈ કે આ જૈન મંદિર જ છે. હું મંદિર તરફ ગયો. પહેલાં તેની આજુબાજુ દીવાલ નહોતી. ખુલ્લામાં હતું મંદિર, જેની એક બાજુ સડક, બન્ને બાજુ ખુલ્લી જગ્યા નદીકિનારાની, ત્રીજી બાજુ ખાલી છે જે તેના પગ નીચે હતી.
ધરતી પર પગ હતા. હવે કદાચ પગ હોવા છતાં પણ પગ ન હોવાનો અહેસાસ હતો. ખબર નથી ક્યારે આ ધરતી પગ નીચેથી સરકી જાય. જોગી, સાપ અને ફકીરોનો ક્યાં કોઈ દેશ હોય છે ? મારા વિચારોમાં હું ધરતીથી આકાશ સુધી ચક્કર લગાવતો હતો કે વચ્ચે કવિ નસીર આવી ગયો. रुत्त उदासी वाली : आके ठहर गई ए भौलौं दे विच्च ।
જેહલમના મંદિરમાં હું આગળ વધ્યો. હવે હું મંદિરના દરવાજામાં હતો. દરવાજા પાસે ગંદકીનું સામ્રાજ્ય! આ મંદિર હવે કોઈ ભંગારવાળાના કબજામાં છે, જેણે તેનો પોતાનો ડેપો બનાવ્યો છે. આખા શહેરમાંથી કાગળ, લોખંડ, જૂનાં કપડાં, પ્લાસ્ટિકની બોટલો, કચરો અને બીજું ઘણું બધું લોકો એકઠું કરીને લાવે છે અને અહીં ભંગારવાળાને વેચે છે, વસ્તુઓને મંદિરની અંદર નાખીને, પૈસા લઈ ચાલ્યા જાય છે.
આ પૈસાથી તેઓ પોતાના પરિવારની આજીવિકા ચલાવે છે.
મેં દરવાજાની અંદર પગ મૂક્યો કે કીચૂડ...કીચૂડ... અવાજ સંભળાયો. મને લાગ્યું કે કોઈ ખોપડી પર પગ આવી ગયો છે. આ અવાજમાં એક દર્દ હતું, રુદન હતું. આગળ જતાં પગની નીચેથી પણ કેટલાય પ્રકારના અવાજ આવ્યા. હવે
૩૪