________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
આંખોમાંથી બે આંસુ પડ્યાં. એક પુષ્કરમાં પડ્યું અને બીજું જે જગ્યાએ પડ્યું ત્યાં કટારસરાજ તીર્થ બની ગયું.
પાછળની સદીઓના વિવરણના કેટલાંક પુસ્તકમાં જે કંઈ જેહલમ (જેલમ) શહેર વિશે વાંચ્યું હતું તે મગજમાં ઘૂમી રહ્યું હતું. એક વેપારી કેન્દ્ર, બજાર અને વ્યવસ્થિત નગરના રૂપે આજનું આ શહેર ઘણું પ્રાચીન નથી. પહાડોનાં જંગલમાંથી ઈમારતી લાકડાં કાપીને, માઈલો સુધી જેલમ નદીમાં વહેવડાવીને મેદાનોમાં લાવવામાં આવતાં અને અહીં તેનું મોટું બજાર બની ગયું. ઈ.સ. ૧૮૩૯માં મહારાજા રણજિતસિંહના સ્વર્ગવાસ પછી ૨૫-૩૦ વર્ષોમાં આખું પંજાબ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બની ગયું. જેલમ નગરમાં પણ ‘જોબન' આવવા લાગ્યા. આસપાસનાં ક્ષેત્રોમાંથી, નાના-મોટાં નગરોમાંથી લોકો અહીં આવીને રહેવા લાગ્યા અને અહીંના જ થઈ ગયા.
જૈન મંદિર
અહીંની જૈન વસ્તીનો મોટો ભાગ રામનગર (ગુજરાંવાલા જિલ્લો)થી આવેલ છે. બાગવાલી ગલીને તો ભાવડોનો મહોલ્લો જ કહેવાતો હતો. જૈનોના બન્ને સંપ્રદાય-મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી અહીં રહેતા હતા. નગરનો નવો વિસ્તાર મસીન મહોલ્લામાં પણ કાળાંતરે કેટલાક જૈનોએ ઘર બનાવ્યાં તે સમયે કોઈ યતિજીની નિશ્રામાં ભાવડિયાં ગલીમાં એક નાનું, સુંદર ભગવાન ચંદ્રપ્રભુનું ઘરમંદિર બન્યું હતું. સદી પહેલાં જેહલમના આ ઘરમંદિરની પોતાની સુંદરતા અને ઓળખ હતી. ખૂબ મોટા પ્રવેશદ્વારના લાકડા પર થયેલા કલાકારીગીરીમાં તે સમયના જૈનોનો લગાવ, નિષ્ઠા અને પરિશ્રમ સ્પષ્ટ નજરમાં આવે છે. ઉપરના માળ સુધી મંદિરનો પૂરો ફ્રન્ટ માર્બલથી શોભતો હતો. પાસે જ નાનકડો ઉપાશ્રય પણ હતો.
જેહલમ લાહોરથી લગભગ ૧૭૫ કિ.મી. દૂર શેરશાહસૂરિજી દ્વારા બનાવવામાં આવેલ જી.ટી. રોડ પર છે. રસ્તા પર ચાલતાં મારી નજર એક ઈમારત પર પડી, જે અંગ્રેજી તર્જની હતી. પૂછતાં ખબર પછી કે ૧૯૪૭ પછી તે પોલીસસ્ટેશન બન્યું અને તેના પહેલાં શીખોનું ગુરુદ્વારા હતું. દીવાલો પર પવિત્ર ગ્રંથનાં વાક્યો હતાં. ચારે બાજુ અજીબ ઉદાસી હતી. એક દરવાજા પર નીલા
૩૨