________________
------પાકિસ્તાનનાં જૈન મંદિરો કે આ જ જૈન મંદિર હશે, જેને અમે શોધી રહ્યા હતા.
સડકથી બે-ત્રણ પગથિયાં ઊંચો ખૂબ મોટો લાકડાનો દરવાજો, પછી એક નાનકડો વરંડો, જે કદાચ જૂતા ઉતારવાની જગ્યા હશે. આગળ હતું મંદિરના હોલનું પ્રવેશદ્વાર. લાકડાના આ દ્વારના તખ્તા પર મંદિરનું નામ કોતરાયેલું હતું જે વાંચી શકાયું નહીં. એક અડધો ભૂંસાયેલો અક્ષર દેખાતો હતો, તે હતો – “જૈન”. મારી સાથે આવેલા ડૉ. અખર તો આ ઈમારતની ભવ્યતામાં જ ખોવાઈ ગયા હતા. અમે અંદર હોલમાં આવી ગયા.
અહીં હૉલમાં બાળકો માટે મદરેસા હતું. બધાની પાસે પવિત્ર ગ્રંથ કુરાન રાખવામાં આવ્યો હતો. ઉસ્તાદ ખુરશી પર હતા. બધા વિદ્યાર્થીઓ એકલયમાં બોલીને યાદ કરતા હતા. ‘અમે લાહોરથી આવ્યા છીએ. આ મંદિરને જોવાની આજ્ઞા છે ?'
જી, જરૂર જુઓ. મંદિર આપની સામે છે.”
હું ફોટા પાડવા લાગ્યો. મૂર્તિનું સ્થાન, દીવાલો, છત, ફર્શ - દરેક ચીજ ખૂબ સારી રીતે શણગારેલી હતી. આખા મંદિરની છત લાકડાની હતી, જેના પર બ્રશ, લાકડાના રંગો અને કાચની મીનાકારી કરવામાં આવી હતી. લાલ, પીળા, નીલા (ભૂર) તથા લીલા રંગોની છાંટ કરવામાં આવી હતી. જ્યાં ગોળાઈ (વૃત્ત) આવતી ત્યાં લાકડાની ફ્રેમમાં સુંદર કાચ લગાડેલા હતા. ફોટો વગેરે લેતાં લગભગ ૧૦ મિનિટ થઈ હશે. અમારા કેમેરા તથા એની ચમક જોઈને ઉસ્તાદજી તેમ જ બાળકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યાં ગયાં.
અત્યારની પશ્ચિમ દિશામાં, ખૂબ સુંદર ઓરડો હતો, જેનો દરવાજો જમીનથી ચાર ફૂટ ઊંચો હશે. આ દરવાજાની ચારેબાજુ રંગબેરંગી મીનાકારી. દીવાલો પર બનેલા ફ્રેસ્કોજમાં (જેને બ્રશ તથા રંગોના પ્રયોગથી કારીગરો બનાવે છે) બીજા રંગોની સાથેસાથે શુદ્ધ સોનાના પાણીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો, અને જેની ચમક આજે પણ દિલને મોહિત કરતી હતી. કારની ચારેબાજુ બેગણો સુંદર ગોખલો અને આ ગોખલામાં ૨૪ તીર્થકરોનાં ચિત્રો, જેમના મસ્તક પર સોનાના મુગટ બનેલા હતા. દરેક ચિત્ર પર અતિસુંદર ફ્રેમ લગાડવામાં આવી હતી. આખી
૩૮