________________
---------પાકિસ્તાનનાં જૈન મંદિરો — – साडी वाज च' शूकर नागदी, साडी चुप्प बलादा शोर ।
(નસીર વિ - 1994) અર્થાત્ એક બાજુ ઊંચા ટીલા છે, બીજી તરફ જેલમ નદીનો પ્રવાહ છે. સૂર્યના દીપક ચમકી રહ્યા છે. મનમાં ચંદ્રનો શીતળ પ્રકાશ છે. આ પથ્થરોમાંથી ઝરા ફૂટ્યા, જે કટાસતીર્થ બની ગયા. અહીંનું પવિત્ર જળ તો સ્વર્ગનું જળ છે, જેનાથી આત્માની તરસ છીપાય છે. આવો, એક વાર ફરી શક્તિ લગાવીને બળદોની જેમ જોડાઈ જઈએ. અમારા અવાજમાં સર્પોના શ્વાસનું ગુંજન છે અને અમારી ખામોશીમાં ભયાનક શોર છે.
(૧) (૧) જેલમ શહેરના જૈન ભાવડા પરિવાર વર્તમાનમાં મોટે ભાગે દિલ્હી, ગુડગાંવ, અંબાલા
તથા અન્ય સ્થાને વસેલા છે. ધાર્મિક સંસ્કારવાળા આ બધા પરિવારો ધાર્મિક, સામાજિક તથા શૈક્ષણિક ઉપક્રમ તથા સેવા-ભક્તિમાં સદા યોગદાન આપે છે. જેહલમના લાલા નરપતરાય તથા પરમાનંદના વંશજોએ પોતાના ઉદ્યોગ-વેપારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ
કર્યો છે. (૨) ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઇન્દ્રકુમાર ગુજરાલ, વિખ્યાત આર્ટિસ્ટ સતીશ ગુજરાલ તથા
ઍક્ટર સુનીલ દત્ત - આ બધા જેહલમ નગરીની દેણ છે.
૩૬