________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૧૨
ડેરાગાજીમાં ડેરા ગાજી ખાંની ભૌગોલિક સ્થિતિ જોઈને પરેશાની તો થાય છે અને તેની સાથે જ વ્યક્તિ વિચાર કરવા મજબૂર બને છે કે પંજાબની પાંચ નદીઓ અને છઠ્ઠી મોટી સિંધુ નદીની પાર કેવી રીતે રહેતા હશે - જૈન નિયમો તથા આચારોનું પાલન કરવાવાળા ભાવડા જૈન શ્રાવકો!
ડેરાગાજી ખાં પાકિસ્તાની પંજાબની પશ્ચિમ સીમાનો અંતિમ જિલ્લો છે. તેની આગળ છે બલૂચિસ્તાન અને પછી છે અફઘાનિસ્તાન, પૂરી કટ્ટરવાદી મુસ્લિમ વસ્તી, પ્રત્યેક વ્યક્તિ બંદૂકધારી, લડાઈ-ઝઘડા માટે તૈયાર તથા ગલીઓ-બજારોમાં માંસની દુકાનોનું ખુલ્લું પ્રદર્શન! આમ હોવા છતાં આ દૂરના દુર્ગમ વિસ્તાર અને વિપરીત પરિસ્થિતિમાં જૈન શ્વેતાંબર તથા દિગંબર લોકો પોતાના ધર્મ-કર્મ, આચાર, નિયમ, મંદિર-મૂર્તિ, ભજન-આરતી વગેરેને જાળવી શક્યા એ તેઓનાં દૃઢ મનોબળ, મજબૂત ઈરાદાઓ, હિંમત તથા સાહસના કારણે સંભવ બન્યું અથવા તો દેવ, ગુરુ ધર્મની કૃપા સમજવી જોઈએ.
આજે અમે ડેરાગા ખાંના જૈનમંદિરોને જોવા માટે નીકળ્યા છીએ. મારી સાથે મારો મિત્ર છે - સાદ બુખારી. પહેલી નદી પાર કરી, જે જેલમ અને ચિનાબ નદીનો સંગમ હવે ચિનાબ કહેવાય છે. અમે મુજફગઢમાં જનાબ ખલીલ ફરીદીના નિવાસસ્થાને ગયા. તેઓ સારા ભણેલા-ગણેલા તથા સૂફી વિચારધારાવાળા સજ્જન છે. તેઓ મૌલવીના ડંડામાં વિશ્વાસ રાખતા નથી, પરંતુ ધર્મને પ્રેમના શીશામાં ઉતારે છે. કારમાં બેસતાં જ વાતચીત શરૂ થઈ.
ડેરા ગાજીમાં જૈનોના કેટલાં મંદિરો છે ?'
‘બે છે. એક શ્વેતાંબર અને બીજું દિગંબર. શ્વેતાંબર સાધુઓ કપડાં પહેરે છે, જ્યારે દિગંબર સાધુઓ નગ્ન રહે છે.'
આવું કેવી રીતે શક્ય છે ?'
૪૪