________________
- - - - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો - - - - - - - - - હતી ગોળ બાલ્કની. આ બાન્ની પર અંગ્રેજીમાં લખ્યું હતું - જૈન મંદિર'.
આ મુલતાનનું બીજું મોટું જેનોનું મંદિર હતું. હવે તેમાં મકાનો છે. લોકો રહે છે.
દિવસ આથમી રહ્યો હતો. મંદિરને અંદરથી જોઈ શકવાની અમને આશા નહોતી. હું ઇચ્છતો હતો કે કાલ થનારી હોળી' હું મુલતાનમાં જ જોઉં. અહીં વસતા હિન્દુઓ હોળીના આ તહેવારને કેવી રીતે ઉજવે છે, પરંતુ મારી ઈચ્છા માત્ર ઇચ્છા જ રહી ગઈ.
મુલતાનની જૈન દાદવાડી મુલતાન શહેરથી થોડે બહાર એક બગીચામાં દાદાવાડીની નાનકડી, પરંતુ ખૂબ સુંદર ઇમારત હતી. ઉપર નાનકડો ગુંબજ પણ હતો. દાદાવાડીમાં દાદા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીની પાવન ચરણપાદુકા હતી. પાકિસ્તાનનું નિર્માણ થતાં મુલતાનના મંદિરની મૂર્તિઓની સાથે આ ચરણપાદુકા પણ ક્યપુરમાં આવી ગઈ.
મુલતાનનું જૈન સ્થાનક મુલતાનમાં સ્થાનકવાસી પરિવાર પણ સારી સંખ્યામાં રહેતો હતો. આ કારોબારી લોકો બધી રીતે સુખી હતા. ધાર્મિક કાર્યોમાં પણ પાકા હતા. સાધુમહાત્માઓ તો ક્યારેક ક્યારેક આવતા, પરંતુ યતિજી પ્રાયે આવતા-જતા રહેતા.
કોહાટ (સીમા પ્રાંત) કોહાટ શહેર પાકિસ્તાનની પશ્ચિમ સીમાના છેવાડે દુર્ગમ પહાડી વિસ્તારમાં વસેલું છે. મિલિટરી છાવણી છે. અહીંધી અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી સુધીના દેશોમાં વેપાર થાય છે.
મુલતાન, બન્ન, લિનંબર વગેરેમાં લગભગ ૧૪-૧૫ જેટલા ભાવડા પરિવાર અહીં આવીને વસ્યા, વિકસિત થયા. અહીં તેઓએ નાનકડું ઘરમંદિર, દાદાગુરુની ચરણપાદુકા અને પાસે જ નાનકડું સ્થાનક બનાવ્યું. બધા પરિવારો ધર્મક્રિયામાં ચુસ્ત હતા. યતિજ પ્રાયે આવતા રહેતા અને વિધિ-વિધાન, આચાર-વ્યવહાર તથા પૂજા વગેરે કરાવતા.
૪ ૨