________________
------------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- દિગંબર જૈન મંદિર હતું. ચોકમાં ગવર્મેન્ટ સ્કૂલ, સિટી પ્રાઈમરીના દરવાજા પાસે આવ્યા. હવે સામે હતી છોકરાઓની શાળા, જે અગાઉ દિગંબર સમાજ દ્વારા સંચાલિત છોકરીઓની શાળા હતી.
હવે અમારી ડાબી બાજુ હતો એક જનરલ સ્ટોર. ગલીમાં પહોંચતાં જ જમણા હાથે પહેલી ઈમારત મંદિરની છે. મોટા દરવાજાની મોટી તક્તી અને તક્તી પર લખ્યું હતું - ‘દિગંબર જૈન મંદિર - ડેરાગાજીખાં'.
મંદિરમાં એક સમૃદ્ધ ઘર છે. તેમણે કહ્યું કે, અમે લોકો ઇન્ડિયાના કરનાલ શહેરથી આવીને અહીં રહીએ છીએ. પહેલાં મુલતાનમાં થોડાં વર્ષ રહ્યા પછી સરકારે આ જગ્યા અમને આપી.
મંદિરને જોતાં જ લાગતું હતું કે તેને અંદરથી પણ જોવું જોઈએ. બહારનું સૌંદર્ય અમને ચકિત કરતું હતું, પરંતુ પડદાવાળા ઘરમાં અમે ન જઈ શક્યા. પડદો હવે મનુષ્યો સુધી જ સીમિત નથી, એક ધર્મ બીજા ધર્મથી પડદો રાખે છે.
ફરી જનરલ સ્ટોર પર આવી ગયા. સિંધુ નદીની આ ધરતી પર પ્રેમની લહેરો આજે પણ અસ્તિત્વમાં છે. ક્યાંક બૌદ્ધ સ્તૂપોના અવશેષ, ક્યાંક મહાવીરનું મંદિર અને ક્યાંક રામ-રહીમ સાથે પણ જોવા મળે છે, પણ હવે પડદો છે.
---------------
(૧) ડેરાગાજી ખાના પ્રાચીન નામોમાં શેઠ રૂપચંદ શંભૂરામ જૌહરીનો ઉલ્લેખ મળે છે. સંગીતસમ્રાટ
ઘનશ્યામદાસ જૈનનો પરિવાર પણ ત્યાંથી ભારત આવ્યો.