________________
---પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------- જૈન ગ્રંથોની રચના વિ.સં. ૧૬૪થી વિ.સં. ૧૭૮૬ વચ્ચે થઈ.
હું એક વાર ફરી તે મૂર્તિઓને જોવા લાગ્યો, જે મૂર્તિસ્થાનના મુખ્ય દ્વાર પર બની હતી. આ સુંદર મુખ્ય દ્વારવાળી જગ્યાએ લોખંડનો કદરૂપો દરવાજો તેની સુંદરતાને બગાડી રહ્યો હતો. કદાચ આ પાછળથી બનાવ્યો હશે. હું આ મંદિર વિશે વિશેષ જાણવા માગતો હતા, પણ બતાવે કોણ ? ચારેબાજુ ખામોશીનું રાજ હતું.
આ હાલતમાં ડૉ. અખ્તર, હું અને એક છોકરો હતો, જે અમારી સાથે ફરી રહ્યો હતો.
‘પગથિયાં ક્યાં છે ?' ‘આ તરફ છે તે છોકરો બોલ્યો.
અમે તે છોકરાની સાથે પગથિયાં ચઢીને મંદિરની છત પર આવી ગયા. અહીં મંદિરનું શિખર અને કળશ હતાં. મંદિરની છત પરથી મેં ચારેબાજુ નજર દોડાવી. શિખરની ચિત્રકળા જોઈને હું તો ચકિત જ થઈ ગયો. કારીગરોની કળા પોતાનાં રંગ-રૂપ નિખારી રહી હતી. જે છોકરો અમને મંદિરની છત પર લઈને આવ્યો હતો તેને મેં પૂછ્યું કે, શું તે અહીં જ રહે છે ?
“હા, પરંતુ આપે આ સાથેનાં મંદિરો જોયાં છે ?' “ક્યાં ?' આ મંદિરની સાથે તો છે.”
પ્રાચીન જૂનું મંદિર અમે છત પરથી નીચે ઊતર્યા. તે છોકરો અમને ચાર ટ પહોળી ગલીમાં લઈ ગયો.
આ મંદિરનું દ્વારા પણ આ ગલીમાં ખૂલે છે. તેને પુરાના મંદિર’ કહે છે.' હવે અહીં શું છે ?' ‘હવે અહીં લોકો રહે છે. આ મકાનો છે.”
દિગંબર જૈન મંદિર લગભગ ૨૦ ફૂટ દૂર ખાલી જગ્યા હતી. મારા ડાબા હાથે એક અતિસુંદર, સ્વચ્છ ઇમારત હતી. લાલ રંગની ઈમારત-સુહાગની જોડીના રંગ જેવી. તેના પર
૪
૦