________________
(ભૂરા) રંગમાં લખ્યું હતું –
પાકિસ્તાનનાં જૈન મંદિરો
“વર ઘર મહલ્લા હસ્તી ઘોડે સબ વલૈત દેસ ગયે’
મેં મારી સાથે ચાલતા રાજા વૌત અલી તરફ જોયું. અત્યારે ઓરડાનો પાછળનો દરવાજો નદી તરફ ખુલતો હતો અને આગળ હતી નદીમાં ઊતરવા માટેની સીડીઓ.
મને જેલમ નદી મળી ગઈ. એ વાત અલગ છે કે તેમાં પાણી નથી. દૂર સુધી રેતી જ રેતી. નદી ક્યાંક દૂર ચાલી ગઈ - કદાચ અમારાથી રિસાઈને અથવા પરદેશી બનીને. હવે વિરહનું રાજ હતું. વિરહ હંમેશાં મોહના સિંહાસન પર જ રાજ કરે છે.
‘રાજાજી, અહીં કોઈ જગ્યાએ જૈન મંદિર છે ?’ મેં પૂછ્યું.
‘હા છે. આ આખો મહોલ્લો હિન્દુઓનો છે. અહીં હિન્દુઓ રહેતા હતા. મંદિરો પણ હતાં. બે મંદિર તો પાસ-પાસે જ, સડકના કિનારે જ છે. એક તો સામે દેખાય છે.' અમે બન્ને સાથેસાથે ચાલતા હતા.
‘આજે હું માત્ર જૈન મંદિર જ જોવા માગું છું. તમને જૈન મંદિરની ખબર છે ?’
‘જી નહીં. હિન્દુ મંદિરો જ છે, જૈન મંદિર કોઈ નથી.’
‘જૈન મંદિર નથી? તેમને ‘ભાવડા’ પણ કહેતા હતા’. મેં વિસ્તારથી કહ્યું. ‘હા છે, સામેવાળી ગલી ‘ભાવડા’ લોકોની છે. તેને ભાવડા ગલી કહેવામાં આવે છે. તેઓ પણ હિન્દુઓ હોય છે, જેમ કે બ્રાહ્મણ, કરાડ, ખત્રી’.
એક મંદિર અમારી સામે હતું. ઉપરનું શિખર નહોતું. કોઈ ચિહ્ન એવું નહોતું કે જેથી કોઈ કહી શકે કે આ હિન્દુ મંદિર હતું કે જૈન મંદિર ! રાજા વલૈત અલીએ એક અન્ય મંદિર તરફ ઈશારો કર્યો. હું પણ તે મંદિરને જોવા લાગ્યો. જૈન મંદિરની અંદર
મારી સામે એક નાનકડા મંદિરની બહુ ઉદાસ ઈમારત હતી, જેમ કોઈ માતાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોય ! મંદિરની ચારેબાજુ એક નવી બનેલી નાની દીવાલમાં લોખંડનો એક દરવાજો. દીવાલ પર લીલો રંગ. ચાર દીવાલની વચ્ચે
33