________________
પ્રકરણ : ૧૦
પાકિસ્તાનનાં જૈન મંદિરો
જેહુલમ /રોહતાસ
उदास दीवार दरवाजे पंख कटी परवाजें धरती का सीना चीरती सन्नाटे की आवाजें
નદીઓ હંમેશાં પહાડોમાંથી સીડીની જેમ ઊતરતી હોય છે. દરેક નદીનું વહેણ તથા પડાવ પોતાનો હોય છે. આ નદીઓના પાણીની સાથેસાથે કથા-વાર્તા પણ ચાલે છે. નદી નામ છે પ્રેમનું, જીવનનું.
વેદોનું વિહીત અને આજનું જેહલમ, ‘લલ્લા-આરા’ના પહાડોથી ઊતરતોચાલતો આવીને ટકરાય છે રાજા પોરસની બેટી મંગલાના કોટમાં (ગળામાં). પોરસની બેટી મંગલા, સવારનો તારો ! રોશનીનું આમંત્રણ, આશાની સુનેહ ! જેહલમનું પાણી આરામ કરે છે આ કિલ્લાના પગમાં. જાણે ઈતિહાસમાં વર્ષીત રાજા પોરસની બેટી મંગલાનાં ચરણ પખાળી રહ્યો છે !
‘ભાઈસા’બ, મસીન મહોલ્લો આવી ગયો. આગળ ક્યાં જશો ?' રીક્ષાવાળાના અવાજે મારા ઇતિહાસનાં પૃષ્ઠ બંધ કરી દીધાં.
‘જી. બસ, અહીંયા જ’ માથું હલાવીને મેં કહ્યું અને ત્યાં જ ઊતરી ગયો. ‘અહીં નદી કઈ તરફ છે ?’ મેં રીક્ષાવાળાને પૂછયું. તેણે મને કોઈ જવાબ ન આપ્યો. હું સડક પર ચાલતો હતો - ક્યાં, કંઈ ખબર નહોતી. હું મારા વિચારોમાંથી હજુ બહાર આવ્યો નહોતો. બંને બાજુ ઈમારતો, ઘણી જૂની ઈમારતો૧૯૪૭ પહેલાંની. ક્યાંક ક્યાંક કોઈ બિલ્ડિંગ પણ નજરમાં આવતી હતી.
જેહલમ (જેલમ) પંજાબની પાંચ નદીઓ પૈકી એકનું નામ છે અને નદીકિનારે વસેલા શહેરનું નામ પણ જેલમ છે. અહીં પૂર્ણ ભગત પણ આવેલો અને સિકંદર પણ. જેલમ જિલ્લાની રાજધાની છે. આ જિલ્લામાં સૂરીએ બનાવેલો કિલ્લો રોહતાસ, ‘મુહલ્લા જોગિયાઁ' કે જ્યાં ગુરુનાનકનાં પગલાં પડચાં હતાં. પૂર્ણ ભગત થયા અને રાંઝા પણ આ જ ભૂમિ પર. આ જ જિલ્લામાં શિવજી મહારાજની
૩૧