________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- ઊંચાઈ સુધી ગોળ ગોળ નાની-નાની ઘડિયાળો જોવા મળતી હતી. જોવામાં એવું લાગતું હતું કે જાણે આ ઈમારત થોડા પીલ્લર પર ઊભી છે. હું તેનો દરવાજો શોધતો હતો. અલી ઉમરાન તેના ફોટા લઈ રહ્યો હતો.
સિંધ સૂબા અને પંજાબના મંદિરોથી આ મંદિર કંઈક જુદા પ્રકારનું છે. તેનું કળશ અથવા શિખર ખૂબ નાના આકારમાં આ ગુંબજ પર બનેલ છે. કહેવાય છે કે, આ મંદિરમાં ભગવાન સુમતિનાથ, ભગવાન ઋષભદેવ અને ભગવાન શાંતિનાથની પૂજા થતી હતી.
મંદિરની ગુંબજવાળી ઈમારતનો દરવાજો વરંડામાં ખુલતો હતો અને વરંડાનો પૂર્વ દિશા તરફ. નાની ઈટોથી બનેલો આ નાનકડ઼ો વરંડો મોટા વરંડાનું કામ આપતો હતો. રોશનીના અભાવે તેમાં અંધકાર ફેલાયેલો હતો. અંદર જોયું તો ઘણા સમય પછી કંઈક નજરમાં આવ્યું.
વરંડાની અંદર એક ખૂણામાં છાણાનો ઢગલો હતો. આટલી સારી અને મોટી ઈમારતના દરવાજાની ઉત્તમ તક્તીને ઉતારીને કોઈએ હલકી તક્તી (ભગવાનના ઘરને) લગાવી દીધી હતી. હું મંદિરના કેન્દ્રીય કક્ષમાં જવા ઇચ્છતો હતો, પરંતુ તાળું મારેલું હતું એટલે નિરાશ થઈને બહાર આવ્યો.
સામે કોઈ ઘરે પૂછીને ચાવીને ભાળ મેળવી. એક બુઝુર્ગ બહાર આવ્યા. તેમણે પોતાની બેઠક પર અમને બેસાડ્યા. બેઠકની બહાર હતું જૈન મંદિર, જ્યાં ભગવાન ઋષભદેવ, શાંતિનાથ તથા સુમતિનાથની પૂજા થતી હતી. મંદિરની અંદરનું અંધારું મારો પીછો છોડતું નહોતું.
મેં તેને આ મંદિરનું નામ પૂછયું, તો તે કહેવા લાગ્યા કે, “નામની તો ખબર નથી, પરંતુ લોકો તેને વાણિયાઓનું મંદિર કહેતા હતા. તેના પૂજારી પણ સાધુ હતા.'
આ મંદિર કેટલું જૂનું છે?'
આ મંદિર તો ઘણું જૂનું છે. પિંડદાદન ખાંની સ્થાપના પહેલાંનું છે. તેનો અંતિમ જીર્ણોદ્ધાર ઈ.સ. ૧૯૧૮માં થયો. તમે ખુદ જુઓ, આ ચબૂતરો કે જેના પર મંદિર ઊભું છે તે લાલ પથ્થરનું છે. તેમાંની ઈંટો એક ફૂટ પહોળી, દોઢ ફૂટ લાંબી અને બે ઈંચ ઊંચી છે. ખબર નથી કઈ સદીની આ ઇંટો છે!'
૨
૭