________________
- - - - - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો - - - - - - - - - - શોધવાની હતી. પ્રાયઃ બધા લોકો જૈનો તથા હિન્દુઓને અલગ સમજતા નથી. તેઓ દરકે મંદિરને હિન્દુમંદિર જ સમજે છે. જૈનો વિશે તો બિલકુલ સમજતા નથી. હા, ક્યાંક જૂના જમાનાના લોકોને ભાવડા અથવા ભાવડેની જરૂર ખબર છે. તેને પણ તેઓ મોટે ભાગે હિન્દુ ભાવડા કહે છે. મારી સામે હતું રીક્ષા-સ્ટેન્ડ. ત્યાં મોટી ઉમરવાળા એક રીક્ષા-ડ્રાઈવરને જૈન મંદિરો વિશે પૂછયું. તે વિચારી જ રહ્યો હતો કે બાકીના રીક્ષાવાળા પણ ભેગા થઈ ગયા. બધા જૈન મંદિર વિશે એકબીજાને પૂછવા લાગ્યા.
અરે યાર, ઔરશાહ મહોલ્લામાં નવા ઈમામ બારગાહની પાછળ.” ભીડમાંથી અવાજ આવ્યો. બધાએ તેની હા-માં હા મિલાવી. અમે બન્ને રીક્ષામાં બેઠા - ઔરશાહ મહોલ્લા માટે. હું પણ પિંડદાદાખાના ઇતિહાસનાં પૃષ્ઠ ખોલવા લાગ્યો.
પિંડદાદન ખાને ખોખર રાજપૂતોએ વસાવ્યું. તેઓ પહેલાં હિન્દુ હતા, પછી મુસલમાન બની ગયા. દાદનમાં મોગલ બાદશાહ જહાંગીરનો શાહી નોકર હતો. સમૃદ્ધ જંજુહો સામે લડીને દાદને આ ગ્રામ વસાવ્યું અને તેના નામથી જ વિખ્યાત થયું.
અહીં ભગવાન સુમતિનાથનું મંદિર ઘણું પ્રાચીન છે. શ્રી સુમતિનાથ જૈનોના પાંચમા તીર્થંકર છે. વિ.સં. ૧૯૨૬ (ઈ.સ. ૧૮૬૯)માં મુનિ બુદ્ધિવિજયજીએ આ મંદિરના સમારકામની વ્યવસ્થા કરાવી અને વૈશાખ સુદ-૬ના દિવસે પ્રતિષ્ઠા કરાવી.
જૈન મંદિર : રીક્ષાવાળો અમને ઔરશાહ મહોલ્લાથી એક નાનકડી ગલીમાં ઈમામ બારગાહની પાછળ આવેલી પહાડીના બાવળના વૃક્ષોની ઝાડી પાસે લઈ ગયો અને રીક્ષા ઊભી રાખીને બોલ્યો, “આ છે જૈન મંદિર’. જૂના ગુંબજ તરફ ઈશારો કરતાં તેણે કહ્યું.
ઈમારતની ચારે બાજુ જંગલી બાવળનાં પુષ્કળ વૃક્ષો હતાં. તેમાંથી નીકળીને મેં જમીનથી ઉપર સુધી ગુંબજને સારી રીતે જોયો. જમીનથી ટોચ સુધી ૩૦ ફૂટ ઊંચો મોટા આકારનો આ ગુંબજ હતો. સમયની સાથે શિખરનો રંગ કાળો પડી ગયો હતો. તે ચોરસ આકારનો બનેલો હતો. તેની ચારે ખૂણાની ઉપર સુધી-પૂરી
૨૬