________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૮
પિંડદાદન ખાં કાલે સાંજે કાલાબાગથી પાછા આવતાં અમને બન્નથી લાહોર જતી બસ મળી. આખી બસમાં એક પણ ચહેરો દાઢી તથા ટોપી વગરનો ન દેખાયો. માત્ર અમે બે, અન્ય બે = કુલ ચાર જ દાઢી અને ટોપી વગરના હતા.
બનૂની ચારેબાજુનો વિસ્તાર આજકાલ જંગનું મેદાન છે. ખબર નથી કે તમારી પાસે આવનાર વ્યક્તિ અસલમાં માનવબોમ્બ તો નથી ને ? દરેક માણસ બીજાને શંકા-સંદેહથી જુએ છે. અમારી પાસે તો કેમેરા પણ હતા. અમને ક્યાંક અમેરિકન જાસૂસ ન સમજી લે!
અમે ખુશાબના રસ્તેથી પિંડદાદન ખાં પહોંચી ગયા. લાહોરથી આ સ્થાન લગભગ ૧૮૦ કિ.મી. દૂર છે. આ નગર મીઠાની પહાડીઓ વચ્ચે છે. લાલ રંગનું મીઠું! ખોડાની મીઠાની ખાણો પ્રસિદ્ધ છે. આ પહાડીઓના પગ પાસે જ પિંડદાદન ખાં છે. ત્રણેય બાજુ દૂર દૂર સુધી મેદાન તથા સદીઓ જૂના કિલ્લાઓ! પાસે જ છે હિન્દુ તીર્થ ક્ટાસરાજ.
એવું પણ માનવામાં આવે છે કે જેહલમ નદીના કિનારે કૌરવોનું યુદ્ધ થયું, જેના પર “મહાભારત' નામનું મહાકાવ્ય લખવામાં આવ્યું. આ યુદ્ધનો આગળનો પડાવ છે કટાસરાજ, જ્યાં પાંડવોએ વનવાસ ભોગવ્યો. માતા પાર્વતીના વિયોગમાં શિવજી મહારાજની આંખોમાંથી સરી પડેલું એક આંસુ. આ આંસુ તો નીચે પાતાળમાં સમાઈ ગયું, પરંતુ દર્દની પીડાથી જાણે ધરતી ફાટી ગઈ અને નીચેથી એક (ચશ્મા) ઝરો ટી ગયો.
કટાસરાજનું આંતરિક દર્દ પણ શ્રી જિનકુશલસૂરિજીની સમાધિથી અલગ નહોતું. ઉદાસી અને દર્દની જેવી ચાદર તે સમાધિએ ઓઢી છે તેવી જ કટાસરાજ તીર્થે પણ ઓઢી રાખી છે.
પિંડદાદન ખાં પહોંચીને મારી સૌથી મોટી ચિંતા અહીંનાં શ્વેતાંબર જૈન મંદિરને
૨
૫