________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
શ્વેતાંબર મંદિર ભેરા
પરાચિયાં મહોલ્લામાં જ અમને ભાવડિયાં ગલીની ખબર પડી. અમે ત્યાં ગયા. મેં એક ગ્રંથમાં વાંચ્યું હતું કે, એક વખત ભગવાન મહાવીર રાજા ઉદાયનની વિનંતીથી જેહલમ નદીની પાર નગર ‘વીતભય પત્તન’ પધાર્યા, જેને અત્યારે ભેરા કહે છે. આ રસ્તો ૨૦૦ માઈલ જેટલો લાંબો હતો. ભગવાન કુરુદેશ, જાંગલ અને મરુ થઈને અહીં પહોંચ્યા હતા.
લાંબી ગલી બે ભાગમાં વહેંચાઈ ગઈ. નાનકડી આ ગલીમાં લગભગ ચાર ઘર જ હતાં. આગળ જતાં જ્યાં ગલી બંધ થતી હતી ત્યાં એક નાનકડો દરવાજો અને તેની આગળ મંદિરનો ગુંબજ હતો.
કેટલાંક વર્ષો પહેલાં જ્યારે હું પ્રથમ વાર ભેરામાં આવ્યો હતો તે સમયે હું આ મંદિરમાં ગયો હતો. અહીં કેટલાક લોકો રહેતા હતા. આંગણામાં ખાટલા પર સ્ત્રીઓ બેઠી હતી. તેમાંથી સૌથી વધારે ઉંમરવાળી સ્ત્રીએ કહ્યું હતું, ‘મુડ હ્ર पंच सौ साल पुराना मंदिर है जी । ते एह जैनियों दा मंदिर अखवाउंदा ए' । મંદિરની અંદર ફર્શ પર મોટા આકારની ઇંટો લાગેલી હતી. ૧૧/૨ × ૨ ફૂટ, ઊંચાઈ આ પ્રમાણ તેનું પ્રાચીન હોવાનું હતું. પાંચસો વર્ષ જૂનું મંદિર. ભેરા શહેર જ્યારે ફરી સમૃદ્ધ થયું ત્યારે આ મંદિર પણ અસ્તિત્વમાં આવ્યું.
૨ ઇંચ
પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૮) સુધીમાં સૌ ભાવડા અહીંથી ચાલ્યા ગયા હતા. પાછળ રહી ગઈ હતી ગલી ભાવડિયાં અને મંદિર. મંદિરની મૂર્તિઓ સને ૧૯૪૦માં લગભગ ‘ગુજરાંવાલા’માં લઈ જવામાં આવી. આ વખતે પણ હું મંદિરને અંદર જઈને જોવા માગતો હતો. મંદિરની પવિત્રતા, ભગવાનની મૂર્તિઓની જગ્યા અને ઊંચા ગુંબજ જ્યાં સમયે છુપાવાનું સ્થાન બનાવી દીધું છે. ભગવાન મહાવીરે અહીં ઉપદેશ આપ્યો હતો, જે માનવમનની શાંતિ માટે હતો. પ્રશ્ન થયો કે શું માનવી (સંસાર) પરિભ્રમણ અને માયાથી યુક્ત છે ? જ્યારે આ પરિભ્રમણ પૂર્ણ થાય છે ત્યારે તે શાંતિ ને કલ્યાણની દશામાં ચાલ્યો જાય છે. જ્યારે તેને શાંતિ-કલ્યાણની પ્રાપ્તિ નથી મળતી ત્યારે તે નર્ક ભોગવે છે. નર્કને અન્ય ધર્મમાં ‘જહન્નુમ’ કહેવામાં આવે છે. શું આ શાંતિ-આરામ-અનુકૂળતા જન્નત
૨૩
-
-