________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ભાવડા કસ્બામાં દરેક પ્રકારની દુકાનો, મોટાં બજાર અને થોડા આગળ જતાં બજારની ગોળાઈ, કસ્બાના સુંદર પાકાં મકાનો તેના ભૂતકાળની ખુશી બતાવતાં હતાં. આ આખો વિસ્તાર જૈન ભાવડાઓનો હતો. પછી તેઓ ભારત ચાલ્યા ગયા. પાછળ રહી ગઈ જડ દીવાલો, જે મૂંગી અને બહેરી પણ છે. અહીંના મંદિરો વિશે બે કલાક સુધી ઘણા લોકો પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ કંઈ પણ માહિતી મળી નહીં. ભાવડાની આ વસ્તીને છોડીને હવે મારું ધ્યાન ભેરા તરફ હતું. ભેરા
ભેરા હજારો વર્ષ જૂનું શહેર. યૂનાની સિકંદરના આગમન પહેલાંનું શહેર. સદીઓ જૂના ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક ભેરાનો ઉલ્લેખ જોવા મળે છે. હું જૈન મંદિરને શોધતો હતો. જૈન શ્વેતાંબર મંદિર, ભાવડિયાં ગલી જેમાં ચંદ્રપ્રભુ ભગવાનની પૂજા થતી હતી. આ શહેરનો પાયો ખોદાયો તે વખતે આ મંદિર બનેલું. સમયે પલટી ખાધી. કોઈને ખબર પણ નહોતી કે મંદિર સહિત ગલી ભાવડિયાં પણ ક્યાંક ખોવાઈ જવાનાં છે !
પૂછતાં એક જણે કહ્યું કે, રંગમહલ જાઓ, ત્યાં ઘણાં મંદિર છે. અમે રંગમહલ તરફ ગયા.
હવે અમારી સામે બે માળની એક ઈમારત. દરવાજે લદાર લોખંડનું પતરું ક્યાંક ક્યાંક સોનેરી હતું. અંદર દૂર સુધી ખાલી. તેની પાછળ બાવળનું એક વૃક્ષ અને વૃક્ષની નજીક મંદિરની જીર્ણ તથા ઉજ્જડ ઈમારત. એક બાજુ છાણ, છાણા અને દુર્ગંધ ! હુક્કો પીતા એક બુઝુર્ગે કહ્યું કે, આ વિષ્ણુજીનું મંદિર છે. અમે ભારતથી અહીં આવ્યા ત્યારથી દર ગુરુવારે દીવો કરીએ છીએ.
ભેરાની ગલીઓમાં ફરતા રહ્યા. બીજાં કેટલાંય મંદિરો મળ્યાં. બધાંને જોયાં, પરંતુ જૈન મંદિર ન મળ્યું અને ન મળી ભાવડા ગલી.
વીત્તભય પતન
શહેરની સૌથી મોટી શાળા (મદરેસા)થી આગળ પરાચિયાં મહોલ્લામાં પહોંચ્યા. મારી જમણી બાજુ શહેરથી બહાર જહેલમ નદી વહી રહી છે. આ નદીથી બહાર ક્યારેક એક મોટું શહેર હતું, જેની એક તરફ નદી અને બીજી તરફ
૨૧