________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
કે સ્વર્ગનું બીજું નામ છે? ભગવાનના ઉપદેશે કોણ જાણે કેટલાય અન્ય પ્રશ્નોને જન્મ આપ્યો છે.
ખબર પડી કે આ ગલીવાળો (મંદિરનો દરવાજો) હંમેશાં માટે બંધ થઈ ચૂક્યો છે. પડોશીઓએ તેની આગળ પોતાની દીવાલ બનાવી દીધી છે. મંદિરનો બીજો દરવાજો પાછળની ગલીમાં છે. અમે તે તરફ ગયા. ત્યાં અક ભારે તાળું લગાવ્યું હતું. મંદિરની સામે ચબૂતરા પરથી થોડા ફોટા લીધા. તાળું અમે તોડી શકીએ તેમ નહોતા.
અમે જૈન શ્વેતાંબર મંદિરની શોધમાં શહેરનાં બધાં મંદિરો જોઈ લીધાં. જૈન મંદિરો શહેરની ઊંચી ઈમારતોમાં ખોવાઈ ગયાં, જેમ ચંદ્ર વાદળોમાં છુપાઈ જાય છે તેમ. ચંદ્ર પરથી યાદ આવ્યું કે ભેરામાં ભગવાન ચંદ્રપ્રભુની પૂજા થતી હતી. મંદિરનો ઘણો ભાગ બહારથી દેખાતો હતો. કમળનાં પાંદડામાંથી નીકળતો ગોળ ગુંબજ હજુ સુધી શાનદાર લાગતો હતો. ગુંબજની ઉપર નાનકડો કળશ પણ હતો.
(૧) જેહલમ નદીની મસ્ત ચાલમાં નિરંતર વહેતા પાણીની ધારાને આ વિસ્તારમાં ‘વિહીત’ (વહેણ-ગતિ) કહેવામાં આવે છે. જીવનદાયિની કહેવાતી વિહીત નદી (જેહલમ)એ માનવને શાંતિ, ચિત્તને પ્રસન્નતા અને જીવનને પ્રાણ આપ્યાં છે. તેના નિરંતર વહેણથી (વહેવાથી) જ તેનું નામ ‘વિહીત’ પડયું. જૈન ગ્રંથોમાં ભેરાને ‘વીતભય પત્તન’ કહેલ છે. બે-ત્રણ અક્ષરના થોડા બદલાવથી તેને ‘વિહીત બહે પત્તન’ કહેવાથી આ નામમાં સ્થાનિક સુવાસ પણ લઈ શકાશે.
(૨) ભેરાના મૂળ ભાવડા ત્યાંથી ગુજરાવાલા વગેરેમાં જઈને વસી ગયા. સમયની સાથે તેમનાં સંતાનોને ‘ભેરા’ પણ ભૂલી ગયું. ઈ.સ. ૧૯૫૭-૫૮, લુધિયાનામાં શ્રી ચનનલાલ - દર્શનકુમાર (ઉષા હૌજરી)ની માતા મને ઘણી વાર કહેતી હતી કે તે મૂળ ભેરાનું છે. (૩) ઉપાધ્યાય સોહનવિજયજી ૧૯૨૩માં પધાર્યા ત્યારે મંદિર તથા પ્રતિમાઓ હતી, પરંતુ જૈન ઘર નહોતાં.
回
૨૪