________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પહાડ. શાંત શહેર. ન તો નદી તરફથી શત્રુનો ડર કે ન પહાડ તરફથી. એટલા માટે તેને ભયરહિત કહેવામાં આવે છે, એટલે કે ભયથી આઝાદ. વીત્તભય પતન એટલે જેને પતનનો ભય નથી એવું.
એક દિવસ તેની આઝાદીને નજર લાગી ગઈ. યૂનાનથી સિકંદરની સેના આ શહેર સુધી પહોંચી તો અહીંના શાસકોએ સિકંદર સમક્ષ ધન-દોલતનો ઢગલો કરી દીધો અને શહેરની શાંતિને બચાવી લીધી. સિકંદર જેહલમને પાર કરીને પોરસ તરફ આગળ વધ્યો. ભેરા એ વખતે સ્વતંત્ર રાજ્ય હતું.
પ્રાચીન ભેરા
કનિંધમે લખ્યું છે કે, ચીનથી આવેલ ફાહ્યાને જેહલમને ભેરાથી પાર કરી. તે સમયે આ શહેર નદીકિનારે સમૃદ્ધ હતું. કેટલીય સદીઓ પછી ચીનથી આવેલ હ્યુ-એન-સાંગે લખ્યું છે કે, ‘મેં મારી સફર દરમિયાન ભેરાનું મહાન નગર જોયું, જે શિક્ષણ અને કલાનું કેન્દ્ર હતું. તે સમયે અહીં રાજા પરસંગાલાનું રાજ્ય હતું.
એક દિવસ જેહલમ નદીએ આ શહેરને પોતાની અંદર સમાવી લીધું. આખું શહેર રેત અને પાણી નીચે ચાલ્યું ગયું.
મધ્યકાળમાં ઉત્તર-પશ્ચિમથી આવનારાં આક્રમણકારોએ પણ ભેરાને છોડચું નહીં. મુગલ બાદશાહ બાબરે ‘તુજ્ઞદ્દે વાવી’માં લખ્યું છે, ‘મારા રાજ્યની સીમાઓ ભેરા પહાડ સુધી છે.’ ઈ.સ. ૧૫૧૯માં અફઘાની કબાઈલિયોએ તેને લૂંટી લીધું.
એક પંજાબી કવિ દિલપજીરના દિલથી દર્દભરી વાત નીકળી – "गमां दी रात जुल्मात अंदर, आहा कहीं एह चन चिराग भेरा ए; बुझ चिराग, सुराग गले, अचनचेत होया दाग दाग भेरा । जगह बुलबुलाँ दी आही ! बाग अंदर जागां मल्ल लिया सारा बाग मेरा 'बदिल पजार' खबरे केहडे राज मुडके, होसी फेर एह आली दिमाग भेरा ॥
ઉજ્જડ શહેર ભેરાને શેરશાહ સૂરિએ ફરી વસાવ્યું. ચાર વર્ષના શાસનકાળમાં જ તેઓ પોતાની પાછળ બેસુમાર અમિટ નિશાનીઓ છોડી ગયા. તેમાંથી એક યાદગાર આ ભેરા છે, જે તેણે ફરી સમૃદ્ધ કર્યું.
૨૨