________________
પ્રકરણ : ૭
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ભગવાન મહાવીરની ચરણરજથી પવિત્ર અનેલ - ભેરા
दिलपज़ीर खबरे केहड़े रोज मुड़ के
ભેરા નગરની બરબાદી પર કવિ ક્લિપૐ કહે છે : ગમની - દુ:ખોની રાત છે, અત્યાચારો થઈ રહ્યા છે. હા ! મારા ભેરાના ચાંદ જેવા રોશન ચિરાગ હવે ક્યાં છે ? દીપક બુઝાઈ ગયા, સુરાગ ખતમ થઈ ગયા અને અચાનક ભેરાનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. જે બાગમાં બુલબુલના અવાજ હતા ત્યાં આજે ઘુવડો બેઠા છે. ‘દિલપજીર’ને ખબર નથી કે ભેરા પર ફરી ક્યારે વસંત આવશે ?
‘ભેરા’ની શરૂઆત ક્યાંથી કરું તે સમજાતું નહોતું. મારા ટેબલ પર જનરલ કનિંધમનું વિવરણ અને તેમાં શાહપુરના ડેપ્યુ. કમિશ્નર જેમ્પ વિલ્સનનું લખેલું ‘પંજાબ ગજેટિયર’ અન્યમાં ઈસ્પિરિયલ ગજેટિયર ઑફ ઇન્ડિયા, તારીખ ભેરા ફાયાન, અને હ્યુ-એન-સાંગના સરનામા, યૂનાની સિકંદરના હુમલા, ભેરાનું પ્રાચીન નામ અને તેના પછી ભગવાન મહાવીરના સંદર્ભમાં ભેરાનું નામ – આ બધા પરિપ્રેક્ષ્યમાં હું વાતની શરૂઆત ક્યાંથી કરું ?
પુસ્તકોનાં ઊડી રહેલાં પૃષ્ઠ મને પણ પોતાની સાથે ઉડાવી રહ્યાં હતાં. કેટલીય વાર ભેરાના ઐતિહાસિક પક્ષને જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરેક વખત ક્યાંક ખેંચાઈ જતો.
ભાવડા કસ્બા
લાહોરથી ઈસ્લામાબાદ જતાં ભેરા પહેલાં, એક બાજુ ‘ભાવડા’ નામનો કસ્બો દેખાયો. મને લાગ્યું કે આ એ સ્થાન છે કે જ્યાં ક્યારેય ભેરાવાળું જૈન મંદિર હતું. પછી પ્રશ્ન થયો કે ભેરાથી આટલું દૂર, ત્યાંનું જૈન મંદિર અહીં ક્યાંથી હોઈ શકે ? ના, આ ભેરાવાળું મંદિર નથી. અહીં ભાવડાની વસ્તી હતી. કદાચ તેઓનું મંદિર પણ જરૂર હશે.
૨૦