________________
અહેસાસ આજે આ પુસ્તક વાંચતા થાય છે. પ્રકરણમાં આચાર્ય જિનકુશલસુરિજીની સમાધિનો ઉલ્લેખ મળે છે. ને ભીલ, કોળી, સહુ કોઈ એમને પૂજાતા હતા. જે રીતે મુંબઈનું - ગોડી પાર્શ્વનાથનું મંદિર ખૂબ સુપ્રસિદ્ધ છે એ જ રીતે આશ્ચર્ય વચ્ચે પાકિસ્તાનમાં છે પણ ગોડી મંદિરનો ઉલ્લેખ મળી આવે છે અને તે મંદિર થારપારકર વિસ્તારમાં આવેલું સ છે, જ્યાં હવે કોઈ જૈન રહેતા નથી. પ્રકરણ ૪૩માં ઉલ્લેખ મળે છે કે ભારતમાં લગભગ
૧૨ મોટાં મંદિરોનાં નામ ગોડી પાર્શ્વનાથ છે અને બધાનું મૂળ ઉદ્ગમ પાકિસ્તાનનું ગોડી આ મંદિર જ છે. આજે અહીં સન્નાટો છે. અહીંની પ્રતિમાજી ઈ.સ. ૧૩૭૫માં મેધાસા
નામના શેઠ લાવ્યા હતા. વધુ રસિક વિગત માટે પુસ્તકમાં પ્રવેશ કરવો રહ્યો. અહીંના ઇ ભીતચિત્રના રંગો શબ્દો દ્વારા ભાવક સુધી પહોચાડવાનો સરસ પ્રયાસ કરાયો છે. તે
પંજાબમાં જૈન ધર્મના ફેલાવા વિષે અનેક સંકેતો પુરાણના પુસ્તકમાંથી મળી આવે છે. અખંડ દેશ ભારત જયારે બે ભાગમાં વિભાજીત થયો ત્યારે ઈતિહાસનાં પાનાં પર કાળી સ્યાહીથી માનવ રક્તરંજીત ઈતિહાસ લખાયો અને એની સાથે અનેક સુંદર સ્થાપત્યો, કળાના નમૂનાઓ નાશ પામ્યા. કદાચ આજે જૈન સમાજે આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાન દેશમાં જૈન મંદિરોના સંકેતો મળી આવશે એવી કલ્પના પણ નહીં કરી હોય. પુસ્તકમાં આપેલાં ચિત્રો અને નકશા જોઇને ખ્યાલ આવે છે કે આટલો લાંબો વિહાર કરી એક સમયે જૈન ધર્મના આચાર્યો ધર્મ સ્થાપન અને માનવતા માટે કેટલું ચાલ્યા હશે. જૈન સમાજ પણ એક સમયમાં ત્યાં ખૂબ જ મોટા પાયે સ્થિત થયો હશે છે અને મંદિરની જાહોજલાલી જોઇને અંદાજ કરી શકાય કે એ સમયે સમાજ પણ પૂરતો એ સંપન્ન હશે.
વિભાજનનો ઈતિહાસ સાંસ્કૃતિક રીતે બહુ જ હાનિ પહોંચાડી ગયો. સિંધુ નદીના ઈતિહાસ સાથે કેટલાયે સમૃધ્ધ ઈતિહાસ આજે આપણી પાસે નથી, પણ એનો અફ્સોસ કરવાને બદલે આવાં પુસ્તકો જે અનેક અન્ય ભાષામાં લખાયેલાં હોય તો તેને છે શોધીને ગુજરાતીમાં અનુવાદ કરીને પણ સમયના એક અંશને આવનારી પેઢી માટે
સાચવી શકાય. 1 જૈન ધર્મ કલા-સંસ્કૃતિ અને માનવતાના સંગમ સાથે હંમેશ ઉજ્વળ રહ્યો છે, છે એને પ્રદેશની ભૂમિ રોકી શકતી નથી, એ જ્યાં જાય છે ત્યાં તીર્થંકરનાં વચનો સાક્ષાત્કાર સ કરે છે, એની ફરી એક વાર અનુભૂતિ આ પુસ્તક વાંચતા થઇ. આ પાકિસ્તાનમાં વેરાયેલા છે અંશો ફરી એકવાર જીવંત બને અને એક નવી મહેક જન્માવે, એવી આશા સાથે.