________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------- જિંદાબાદ.. મુર્દાબાદ... હાય હાય..
અલામાસાહેબે બુલડોઝરના મંચથી જ જોશીલી, ભડકાઉ અને તેજ વાણીમાં ભાષણ આપ્યું. પછી નીચે ઊતર્યા. લોકો મંદિર તોડવામાં લાગી ગયા. થોડા સમય પછી જોરદાર ધડાકો થયો. લોકો પોતાનો જીવ બચાવવા આમતેમ ભાગવા લાગ્યા.
અત્યાર સુધી આ ચોકમાં ઉન્નત મસ્તકે રહેવાવાળું મંદિર હવે મૃતદેહની જેમ જમીન પર પડ્યું હતું. જે લોકો જખમી થયા તેમને એબ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા. જૈન મંદિરચોક થોડી પળો પહેલાં લોકોથી ભરચક હતો તે હવે નારા, શોર અને આગના ધુમાડાથી ભર્યો હતો. આ બધાની વચ્ચે હતો જૈન મંદિરનો કાટમાળ - એક મૃતશરીરની જેમ. મને ‘બાબરવાણીમાં ગુરુનાનકનું એક વાક્ય યાદ આવ્યું -
'कित्थे हण आह मकान दरवाजे महल माडियाँ ते मंदिर.'
બન્ને તરફની ઐતિહાસિક ધરોહર, વારસો ધાર્મિક નફરતના એટમબોમ્બ પર પડી છે. હિંદુ-મુસ્લિમ ક્યાં સુધી ઈંટોથી લડતા રહેશે ? ક્યાં સુધી માનવરક્તની હોળી ખેલતા રહીશું?
'रुत्त उदासी वाली, आके ठहर गई ए.'