________________
- - - - - - - -પાકિસ્તાનનાં જૈન મંદિરો --- --- યતિઓના આવાગમનના તથા રોકાવાના પ્રમાણ મળે છે. વિ. સં. ૧૬૨૮થી ૧૭૪૫ (ઈ.સ. ૧૫૭૧થી ૧૬૮૮) દરમિયાન વિભિન્ન યતિઓએ અહીં નૂતન સાહિત્યની રચના કરી હતી. સૂત્રો, શાસ્ત્રોની પ્રતિલિપિઓ લખી.
દિગંબર મંદિર અહીં એક નહીં, બે જૈન મંદિરો હતાં – એક શ્વેતાંબર મંદિર અને બીજું દિગંબર જૈન મંદિર. આ બંને મંદિર પાસપાસે હતાં. દિગંબર મંદિરમાં જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવની પૂજા થતી હતી. ત્રણ માળનું આ ભવ્ય મંદિર હતું. આ મહોલ્લામાં તો દિગંબરોનાં એક-બે ઘર જ હતાં, પરંતુ આખા શહેરમાં રહેવાવાળા દિગંબરો અહીં ભક્તિ કરવા આવતા હતા. આ મંદિરનું અત્યારે કોઈ નામોનિશાન નથી. શિખર તથા દીવાલોનાં ખંડેર છે.
લૂંટફાટ, મારફાડ, ધર્મઝનૂન, દ્વેષ અને બદલાની ભાવના – આ બધાની બલિવેદી પર આ બંને મંદિરો સ્વાહા થઈ ગયાં.
જૈન મંદિરોનાં ઊંચાં શિખરો તથા કળશોથી શાંતિ, પ્રેમ અને સૌહાર્દનો અવાજ નીકળતો હતો તે અવાજ કામ માટે શાંત થઈ ગયો.
- શ્વેતાંબર મંદિરનો ઇતિહાસ સમ્રાટ અકબરના નિમંત્રણથી શ્રી હીરવિજયસૂરિજીના પટ્ટધર શ્રી વિજ્યસેનસૂરિ લાહોરમાં પધાર્યા હતા. ઉપાધ્યાય ભાનુચંદ્ર, શાંતિચંદ્ર તથા સિદ્ધિચંદ્ર અગાઉથી જ ત્યાં બિરાજમાન હતા.
અકબરે ઈ.સ. ૧૫૭૫માં એક ઇબાદતખાના” (ધર્મચર્ચાસ્થાન)ની સ્થાપના કરી અને તેમાં હિન્દુ, જૈન, પારસી, ખ્રિસ્તી ધર્મના વિદ્વાનોને સામેલ કર્યા, ત્યાં શાંતિ અને ગંભીરતાથી ધર્મચર્ચાઓ થતી. સમ્રાટને પણ આ ધર્મચર્ચાઓમાં રસ પડવા લાગ્યો. ડૉ. વિંસેન્ટ એ. સ્મિથે અકબર” નામના પુસ્તકમાં લખ્યું છે -
"But the Jain holymen undoubtedly gave Akbar prolonged instructions for years, which largely influenced his actions and they secured his assent to their doctrines so far that he has reputed to have been converted to Jainism."