________________
-
પાકિસ્તાનનાં જૈન મંદિરો પૂજાસ્થાનો બનાવી દીધાં.
ચાલો, જવા દો આ વાત. તો પછી તમને થડિયાં ભાવડિયામાં કોઈ જૈન મંદિર ન મળ્યું?'
ખૂબ આશ્ચર્યની વાત છે કે પુસ્તકોમાં આ મંદિરની વાત છે, પણ તે સ્થાને હયાત નથી! મને યાદ આવે છે કે કદાચ આપણે તે મંદિરના દરવાજા પાસે ઊભા રહ્યા હતા. આપણને અજાણ્યા જોઈને યુસુફ નામની એક વ્યક્તિ આપણી પાસે આવી હતી. જે તેણે કહ્યું હતું તે મને પૂરેપૂરું યાદ છે. તેણે કહ્યું હતું -
“આ આખો મહોલ્લો હિન્દુઓનો મહોલ્લો હતો - લગભગ ૩૦-૩૫ ઘરોનો. આ બધામાં ‘ભાવડા રહેતા હતા. તેમનાં ઘરોની સામે ચબૂતરા હતા એટલે આ મહોલ્લાનું નામ થડિયાં ભાવડિયાં પડી ગયું. અમે સને ૧૯૪૭થી અહીં રહીએ છીએ. ત્યારે અહીં કોઈ મંદિર નહોતું. આ અમારું ઘર છે. તેનો એક ખૂબ મોટો દરવાજો છે. લાકડાનો દરવાજો તથા મજબૂત દેરી અને આગળ પગ પાસે પથ્થરની પૂરી લંબાઈવાળી અત્યંત ઘસાઈ ગયેલી શિલા. આટલો મોટો દરવાજો અહીં બીજા અન્ય ઘરોને નહોતો. આ ગેટ' અમારાથી બંધ થતો નહોતો. અમે તેની જગ્યાએ બીજી તરફ એક નાનો ગેટ બનાવ્યો છે.'
મારું દઢ માનવું છે કે, યુસુફનું તે ઘર જ મંદિર છે.
આપણને સૌને ખબર છે કે ૧૯૪૭માં ભાગલા દરમિયાન લાહોરનાં ઘર, મહોલ્લા અને બજારોમાં જેટલા અગ્નિકાંડ થયા છે તેટલા અન્ય શહેરોમાં નહીં થયા હોય. અહીં તો એક જ દિવસમાં અડધું શહેર સળગાવી દેવામાં આવ્યું હતું. થડિયાં ભાવડિયાંનો મહોલ્લો પણ અગ્નિકાંડથી બચ્યો નહોતો. મહોલ્લામાં સૌથી પ્રથમ આ મંદિરોને આગના હવાલે કરવામાં આવ્યા. ખૂબ સુંદર, આરસનાં ઊંચાં શિખરો તથા કળશવાળાં જૈન મંદિરોનો મોટો ભાગ જોતજોતામાં કાટમાળમાં પલટાઈ ગયો હતો. એવું પણ સાંભળવામાં આવ્યું કે મંદિરમાં બિરાજમાન બે-ત્રણ જૈન સાધુઓને આસપાસનાં ઘરોની છત ઓળંગી, ઘણી મુશ્કેલીપૂર્વક પોતાના ભક્તો સાથે અહીંથી જવું પડ્યું હતું.
લાહોરમાં જૈન યતિ ઇતિહાસના મધ્યયુગ અટલે સમ્રાટ અકબરના સમયથી લાહોરમાં જૈન
૧
૦