________________
-------- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૫
થડિયા - ભાવડિયાંનો ઇતિહાસ
જોડાયેલો છે – સમ્રાટ અકબરથી સમ્રાટ અકબરના આગ્રહથી શ્રી હીરવિજયસૂરિજીએ ઈ.સ. ૧૫૮૩નું ચાતુર્માસ ફતેહપુર સીકરીમાં કર્યું અને વિહાર કરતી વખતે બાદશાહના કહેવાથી પોતાના વિદ્વાન શિષ્ય શાંતિચંદ્રજીને ફતેહપુર સીકરીમાં રાખ્યા. શાંતિચંદ્રજી એકીસાથે ૧૦૦ અવધાન કરવાની શક્તિ ધરાવતી સિદ્ધહસ્ત પ્રતિભા હતી.
બાદશાહ જ્યારે લાહોરમાં હતા ત્યારે શાંતિચંદ્રજી પણ ત્યાં હતા. શ્રી હીરવિજયસૂરિજીની આજ્ઞાથી ઉપાધ્યાય ભાનુચંદ્રજી પણ લાહોર આવ્યા.
લાહોરમાં જૈન સાધુઓને રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન નહોતું. એક દિવસ ભાનુચંદ્રજીને દરબારમાં પહોંચતાં મોડું થયું. કારણ પૂછતાં ભાનુચંદ્રજીએ જવાબ આપ્યો કે, “મારી પાસે રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન નથી. જે સ્થાન છે તે અત્યંત સંકીર્ણ છે. એટલા માટે રાજદરબાર પહોંચવામાં મુશ્કેલી પડે છે.” અકબરે પ્રથમ તે સ્થાનની નજીક જમીન આપવાનો આદેશ આપ્યો. ત્યાંના સ્થાનિક શ્રાવકોએ ઉપાશ્રય તથા શ્રી સુવિધિનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનું એક દેરાસર પણ બનાવી દીધું. તેની પ્રતિષ્ઠા શ્રી હેમવિમલસૂરિજીએ કરાવી.
સમય જતાં આ સ્થાન “થડિયાં-ભાવડિયાં નામથી પ્રસિદ્ધ થયું.
૧૭