________________
------------પાકિસ્તાનનાં જૈન મંદિરો-----------------
‘અહીં હતું એક નાનકડું જૈન મંદિર’.મંદિરની જગ્યા બતાવતાં ખુર્શીદ અહમદે
કહ્યું.
“અત્યારે મંદિરવાળા સ્થળે ચાર મકાન બનેલાં છે. તેને લોકો મકબરાવાળું ઘર કહે છે.”
‘ઘર કેમ ?'
તે એટલા માટે કે અહીંયા કોઈ ઊંચું કે બહુ મોટું મંદિર નહોતું. એક ખૂબ સુંદર મકબરો હતો. તેની અંદર અને બહાર ખૂબ સુંદર અને મહત્ત્વપૂર્ણ ચિત્રકળા કરવામાં આવી હતી. તેમાં એક ગોળ પથ્થર હતો, જેના પર પગનાં નિશાન બનેલાં હતાં. અહીં આવીને લોકો માથું નમાવતા. આ મકબરાની સાથે બીજા નાના નાના મકબરા બન્યા હતા, જેને સમાધિ કહે છે.' ખુશીદ પોતાની સ્મરણશક્તિ તેજ કરી.
“અહીં એક મોટું તળાવ હતું, જે ૧૧ કનાલ રબે” (નહેર જમીન)નું હતું. તેમાં પગથિયાં હતાં. થોડે દૂર જૂના જમાનાના બે કૂવા હતા. અમારા બુઝુર્ગ કહેતા હતા કે આ કૂવાઓનું પાણી ખૂબ મીઠું હતું.'
લાહોર પાસેના ભાવડા ગામમાં જે પવિત્ર ચરણોની પૂજા થતી હતી તે આજે અલોપ થઈ ગયાં છે. મકબરાવાળા (સ્મૃતિમંદિર) કહેવાતા આ મંદિરની આસપાસ કેટલાં સાધુ-સાધ્વીજીઓની સમાધિ હતી તેની કોઈ માહિતી નથી.
ખુર્શીદ કહેતો હતો કે, અહીંથી આજે પણ જૂના સમયની ઇંટો નીકળે છે - જેની લંબાઈ દોઢ ફૂટ, પહોળાઈ એક ફૂટ અને ઊંચાઈ ત્રણ ઇંચ છે. અત્યારે તે નવા ઘરોની નીચે દબાઈ ગઈ છે. સરોવરની જમીન કોઈની માલિકીની બની ગઈ છે. મકબરા-સમાધિ કે સ્મૃતિ, મંદિર, સરોવર હવે તો સ્વપ્ન બની ગયાં છે. તેની યાદગીરી માટે છે આ ચાર ઘર, જેને મકબરાવાળાં ઘર” કહેવાય છે. આ ચાર ઘરોના પાયામાં સમાધિ કે સ્મૃતિમંદિર (મકબરા) દફન થઈ ચૂક્યાં છે. હવે કોઈ નથી જાણતું કે અહીં કોઈ જૈન મંદિર પણ હતું.
બહાર નીકળ્યા તો ફરી તે જ મોટરસાઈકલો, કારો, બસો અને લોકોનો શોરબકોર. કદાચ આવાં જ કોઈ તોફાને આ તપસ્થાનના એકાંતનો ભંગ કરી દીધો છે. તે સમયે અહીં વૃક્ષોનું જંગલ હતું, આજે જંગલ છે માણસોનું અને મકાનોનું. વસવાટ અને વેરાનની આ કહાની છે.
૧૬