________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
મારું અનુમાન છે કે, શ્રી જિનચંદ્રસૂરિજીએ લાહોર પાસે જે સ્થાને તપ કર્યું ત્યાં જૈનોના ભાવડા ઓસવાલ સમુદાયે પૂજાસ્થાન સ્થાપિત કરી દીધું અને અહીં શ્રી જિનકુશલસૂરિજી (ત્રીજા દાદાગુરુ)ની ચરણપાદુકા સ્થાપિત કરીને નાનકડું મંદિર બનાવી પૂજા પ્રારંભ કરી દીધી.
આજે હું તે મંદિરની શોધમાં નીકળ્યો છું. હું જિનકુશલસૂરિજીના તે ચરણકમળ (ચરણપાદુકા) જોવા માગતો હતો કે જે પૂજાસ્થાન બન્યું હતું. આ ચરણકમળ દ્વારા હું આ ધરતીના ઈતિહાસની સાક્ષી લેવા માગતો હતો.
-
લાહોરથી દક્ષિણમાં ૧૦-૧૨ કિ.મી. દૂર બે ગામ છે – પહેલું ‘ભાવડા’ અને બીજું ‘ગુરુમાંગટ’. આ બન્ને એકબજાની નજીક આવેલાં છે. ગુરુમાંગટનું નામ પણ અત્યારે ગુલમર્ગ-થડી થઈ ગયું છે.
ભાવડા ગામમાં અકબરના મંત્રી કરમચંદ બછાવતે (ઓસવાલ જૈન) ત્રીજા દાદાગુરુ આચાર્ય જિનકુશલસૂરિજીનાં ચરણબિંબ સ્થાપિત કર્યાં હતાં. આની સાથે એક વાવડી (તળાવ) અને ઘણી જમીન પણ હતી. આ સ્થાનનું મહત્ત્વ વધ્યું અને અહીં સાધુ-સાધ્વીજીઓનું આવાગમન પણ શરૂ થયું. એક નાનું મંદિર જેને ‘મટી’ અથવા ‘ઘુમટી’ હે છે તેનું નિર્માણ થયું. કેટલાક સાધુઓની સમાધિઓ પણ આસપાસ હતી.
સમયની સાથે સાથે માનવીની ઇચ્છાઓ પણ વધતી જાય છે, જે લાલચ અને લોભ બનીને દરેક ચીજને પ્રાપ્ત કરવામાં લાગી જાય છે. ભાવડા ગામની પૂજાસ્થાનની વાવડી અને તેની જમીનને લગભગ ૧૫૦-૧૭૫ વર્ષ પહેલાં જમીનદારોએ છીનવી લીધી ત્યારે ત્યાંથી તે ચરણપાદુકાને હટાવી નજીકના ગામ ગુરુમાંગટમાં સ્થાપિત કરવામાં આવી. તે ચરણપાદુકા ઘણી જૂની થઈ જવાથી લાહોર શહેરના મંદિરમાં બિરાજમાન કરવામાં આવી. જ્યાં પહેલા ચરણપાદુકા હતી ત્યાં દર મહિને જૈનોનો મેળા ભરાતો હતો, જેમાં શ્વેતાંબર જૈન તથા સ્થાનકવાસી બધા સામેલ થતા હતા.
મકબરા (સમાધિ કે સ્મૃતિમંદિર)વાળું ઘર
મને પ્રથમ વાર ખબર પડી કે ગુરુમાંગટમાં કોઈ જૈન ધર્મનું પણ સ્થાન છે. જૂના મકાનના કાટમાળ તથા નાની નાની ગલીઓમાંથી રસ્તો ભૂલેલા યાત્રીની જેમ ફરી રહ્યો હતો. તે મંદિર અથવા સ્થળની શોધમાં કે જ્યાં શ્રી જિનકુશલસૂરિજીનાં
૧૪