________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો ચરણબિંબોની પૂજા થતી હતી.
એક જગ્યાએ કેટલાક બુઝુર્ગ તથા યુવાનો પત્તાં રમી રહ્યા હતા. તેમાંથી એકને મેં પૂછયું –
‘તમે અહીંના નિવાસી છો ?'
‘હા’.
“શું તમે ‘જી-પુશ્તી’ના છો ?' ‘હા’.
શું તમારામાંથી કોઈને યાદ છે કે અહીં ગુરુમાંગટમાં કોઈ જૈન મંદિર હતું ?' ‘તમારે તેનું શું કરવું છે ?'
કંઈ નહીં. હું તે જોવા માગું છું. હું તેની શોધમાં છું.' બાબાજીએ કહ્યું, 'જૈનમંદિર ગુરૂમાંગટમાં નહોતું. તે તો ગુરૂમાંગટ જેટલી વસ્તીવાળા ભાવડામાં હતું. તેને “ભાવડા’ એટલા માટે કહે છે કે ત્યાં ભાવડા જૈનોનું મંદિર હતું.'
બાબાજીની વાત સાંભળીને મને લાહોર શહેર યાદ આવી ગયું. હવે ચારેબાજુ ઘણું ફેલાઈ ચુક્યું છે. ત્યાં ફિરોજપુર રોડ પર “માડલ ટાઉન પાસે ઓછી વસ્તીવાળું ભાવડા (ગામ) છે.
ધાર્મિક દૃષ્ટિએ પંજાબના બધા ભાવડાઓ જૈન ધર્મથી જ જોડાયેલા છે. સામાન્ય લોકો જૈનોને ભલે ન જાણતા હોય, પરંતુ ભાવડાઓને ચોક્કસ જાણે છે. પંજાબના મોટા ભાગની શહેરની ગલીઓ, મહોલ્લાઓ, બજારો અથવા વસ્તીઓનાં નામ ‘ભાવડા’ શબ્દ પર રાખવામાં આવ્યાં છે. અત્યારે અમે લાહોરની નાનકડી વસ્તીમાં છીએ, જે વસ્તીનું નામ છે – ‘ભાવડા'.
ભાવડા ગામમાં એક મકાનનો દરવાજો ખખડાવ્યો. આ ખુર્શીદ અહમદ જ સંધુનું મકાન છે. તેણે કહ્યું કે, જટ્ટ, વડાયચ સંધુ, રાજપૂત અને જગિલ્લ – આ ચાર પરિવારોએ આ ગામને વસાવ્યું હતું. અમારા પૂર્વજો પહેલાં શીખ હતા, પછી અમે મુસલમાન બની ગયા.
મને સાથે લઈને તે ભાવડા ગામ બતાવવા લાગ્યો. તેણે કહ્યું કે, અહીં સદીઓ પુરાણા વડનાં વૃક્ષો હતાં, જે વસ્તીને ઘેરી રહ્યાં હતાં, પરંતુ હું તે વાતાવરણનું અનુમાન લગાવતો હતો કે દૂર-દૂર સુધી વૃક્ષોનાં ઝુંડમાં નાનકડું જૈન મંદિર અને તેની સાથેનું સરોવર કેવા લાગતાં હશે!
૧
૫