________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
છે, જેના મધ્યમાં અને બન્ને બાજુ ઘર છે. આ જગ્યા છે - ‘થડિયાં ભાવડિયાં. એક પૂરું ચક્ર છે. ઘરોની સાથે ઘર જોડાયેલાં છે.’
‘તમે કહ્યું હતું કે, કોઈ ભાવડા કે જૈનોનું મંદિર હતું તે હવે છે કે નહિ?’
‘મંદિર તો કોઈ ન મળ્યું. હવે મકાનો જ છે.’
‘સારું, આ ‘ભાવડા’ કોણ છે ?’
‘જૈન ધર્મની પટાવલિઓમાં એક કાલિકાચાર્યની કથા છે. તેઓ ઈ.પૂ. ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. ક્ષત્રિયકુળમાં જન્મેલા આ કાલિકાચાર્યે પોતાની બહેન સરસ્વતી સાથે સાધુદીક્ષા લીધી. તે સમયે ઉજ્જયિનીમાં ગભિલ્લ રાજાનું રાજ હતું. આ રાજાએ સાધ્વી સરસ્વતીનું અપહરણ કર્યું
‘આચાર્યશ્રી તથા જૈન સંઘે રાજાને સાધ્વીને છોડી દેવા સમજાવ્યો, પરંતુ રાજા માન્યો નહીં. મજબૂર થઈને કાલિકાચાર્યે પોતાના ભક્તો સાથે સિંધુ નદી પાર કરી અને ઈરાનમાં પહોંચ્યા. તેઓના ઘણા અનુયાયીઓ સિંધુ નદીની એક તરફ, પંજાબમાં વસી ગયા. આચાર્યશ્રીના ગચ્છનું નામ ‘ભાવડગચ્છ’ હતું. માટે આ લોકો પણ આ ગચ્છના નામથી ‘ભાવડા’ કહેવાયા. લગભગ આખા પંજાબમાં તેઓ ‘ભાવડા’થી ઓળખાય છે.
‘હા, તો તમે કાલિકાચાર્યની કથા સંભળાવી રહ્યા હતા.’
‘આચાર્યશ્રી વેશપરિવર્તન કરી ઈરાનમાં પહોંચી ગયા. ત્યાંથી ૫૨ (બાવન) ‘શક’ પ્રમુખોની ફોજ સાથે ઉજ્જયિની પહોંચ્યા. ભયંકર યુદ્ધમાં રાજા ગર્દભિલ્લ પરાજિત થયો. સાધ્વી સરસ્વતી મુક્ત થઈ. આચાર્યશ્રીએ લશ્કરી પોશાક ઉતાર્યો અને સાધુ-સાધ્વી પ્રાયશ્ચિતસહ પુનઃ સંયમમાં સ્થિર થયા. ઉજ્જૈનની રાજગાદી પર પોતાના ભાણેજ વિક્રમાદિત્યને બેસાડયો ત્યારથી વિક્રમ સંવતનો પ્રારંભ થયો.
ઈતિહાસના પુસ્તકમાંથી બે લેખો વાંચવા આપતાં નસીરે કહ્યું, ‘આને જરૂર વાંચજો. તેમાં એક છે ડૉ. મુબારક અલીનો લખેલ લેખ ‘મંદિર, સિયાસત ઔર મજહબ’ અને બીજો છે પુષ્પાપ્રસાદનો ‘અકબર ઔર જૈન’.
નસીર ખુદ તે વાંચવા લાગ્યો. લખ્યું હતું - ‘ઇતિહાસે અનેક વાર કહ્યું છે કે, જીતવાવાળાએ હારવાવાળાનાં પૂજાસ્થાનોને તોડ્યાં છે અથવા પોતાના ધર્મના ત્યાં
-
૯