________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
‘તેનું પરિણામ જુઓ. એક મસ્જિદ પાછળ સેંકડો મંદિરો માટીના ઢગલા થઈ ગયા !' મોટરસાઈકલ ચલાવતો અબ્બાસ બોલતો હતો. મસ્જિદ કે મંદિર તોડવાવાળા વિરુદ્ધ તેના મનમાં ગુસ્સો હતો, ક્ષોભ હતો, રંજ હતો.
નારાનો જોરદાર અવાજ આવ્યો. સળગતું ટાયર અમારી સામે આવીને પડયું. શોરબકોર ! ‘મસ્જિદ તોડવાવાળા હિન્દુ કૂતરા હાય હાય’. નફરત અને ક્રોધની વાળા વધતી જતી હતી.
અમે શમ્માં-સ્ટૉપ પાસે હતા. લોકોએ એક વ્યક્તિને પોતાના ખભે ઉપાડી હતી. તેના હાથમાં મંદિરના કળશની સોનેરી ગાગર (કુંભ) હતી, જેને તે હવામાં ઉછાળીને નારા બોલતો હતો. તેની પાછળ હજારો લોકો. રસ્તાઓ પર સળગતાં
ટાયરો જાણે ઇતિહાસનાં પૃષ્ઠોનું દહન કરતાં હતાં. આ ક્લેઆમ શરૂ કરાવવાવાળા, સીમાની પાર બેસીને દિલ્હીની સત્તાનાં સ્વપ્નો જોતા હતા અને એક બાજુ અદશ્ય અને વ્યવસ્થિત ભૂ-માફિયા આમજનતાને ભડકાવતા હતા મંદિરોની કરોડો રૂપિયાની મિલકત પર કબજો મેળવવા.
અમે સીધા ‘જૈન મંદિરચોક’માં પહોંચ્યા. માંડ માંડ જૈન મંદિરની ઉત્તરે મજારના બૅટમાં આવીને ઊભા.
‘આ પાગલપણું છે’ પાસે ઊભેલી એક વ્યક્તિએ કહ્યું.
‘જી, હવે લોકોને કોણ સમજાવે ? આ સમયે વાત કરવી પણ મોતને આમંત્રણ આપવા સમાન છે.’
-
‘હવે જૈન મંદિર જેવું તો હતું જ નહીં, તેમાં બાળકોની પ્રાઈમરી સ્કૂલ છે. મંદિરના બીજા ભાગમાં કૉર્પોરેશનનો સ્ટાફ બેસે છે. મને સમજ નથી પડતી કે મંદિરની ઈમારતને તોડી નાખવાથી શું બાબરી મસ્જિદ બની જશે ?તમે જોજો, થોડા દિવસ પછી કોઈ શક્તિશાળી પૈસાદાર પાર્ટી આ જગ્યાનો કબજો લઈ કોઈ મોલ-પ્લાઝા બનાવી દેશે. લોકો ઠંડા પડીને બેસી રહેશે. બાબરી મસ્જિદ, રામજન્મભૂમિ અને જૈન મંદિરને ભૂલી જશે.’
હવે મંદિરને તોડવા માટે આવેલ બુલડોઝર પર લોકોએ એક વ્યક્તિને બેસાડી દીધી. ઉપર ચઢીને તેઓએ જોરદાર નારા લગાવ્યા. ચારેબાજુ શોરબકોર...
S