________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
– માનવીના લોહીના તરસ્યા. આજે આપણે તેઓને ધર્મના રક્ષક બનાવ્યા છે. મહમદ ગઝનીએ હીરા-ઝવેરાતની પોતાની ભૂખ સંતોષવા સોમનાથ મંદિર લૂંટયું. જો તે ખરેખર ‘બુશિકન’ હોત તો સૌથી પ્રથમ પોતાના જ દેશના બામિયાનમાં બુદ્ધની મૂર્તિ ન તોડત ? પરંતુ ત્યાંથી સોનું, હીરા-મોતી ક્યાં મળવાનાં હતાં ! સોમનાથનું મંદિર-મૂર્તિઓમાંથી આ બધું મળવાનું હતું એટલે ત્યાં ૧૬ વખત હુમલા કર્યા. ગુરુનાનકે કેટલી સચ્ચાઈથી કહ્યું છે –
'जे सकता सकते को मारे, ताँ मन रोस न होई ।'
જૈન મંદિર અમારી એકતરફ સાઈડમાં છે. અમે લિટન રોડ પર પહોંચી ગયા. આ રોડ સીધો જૈન મંદિરચોક સુધી જાય છે. ‘તમને ખબર છે કે આ જૈન મંદિરનું નામ શું છે ?’ મેં પૂછ્યુ. “ના, હું નથી જાણતો, પણ એક દિવસ ઇન્ટરનેટ પર જોયું હતું. તેમાં લખ્યું હતું – “જૈન દિગંબર મંદિર વિથ શિખર.’’
-
ઘણા લાંબા સમયથી આ મંદિર ત્યાં સ્થિત છે. અહિંસા, શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપતું અડગ આ મંદિર ઊભું છે. મંદિર ત્યાં સુધી ઊભું રહેશે જ્યાં સુધી કોઈને તેને તોડવાની ભૂખ ના લાગે.
૬ ડિસેમ્બર, ૧૯૯૨
૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રવિવારના દિવસે અમારી સાપ્તાહિક ગોષ્ઠી ચાલી રહી હતી. મેં આ સમાચાર ત્યાં સાંભળ્યા કે અયોધ્યામાં ઐતિહાસિક બાબરી મસ્જિદને હિન્દુઓએ તોડી નાખી છે. મસ્જિદને કેમ તોડી નાખવામાં આવી ? બાબરના સમયમાં ઈ.સ. ૧૫૨૭માં બનેલી આ મસ્જિદને સને ૧૯૯૨માં કેમ તોડી નાખવામાં આવી ? મોગલો પછી અંગ્રેજો આવ્યા ત્યારે કંઈ ન થયું, ઈ. સ. ૧૯૪૭માં લાખો લોકો હણાયા પણ મસ્જિદને કેમ કંઈ ન થયું ? હવે એવી શી કયામત આવી પડી કે તેને તોડવી પડી ?
એક બાજુ રામજન્મભૂમિ, બીજી બાજુ ૪૬૫ વર્ષથી ઊભેલી આ મસ્જિદ અને તેની વચ્ચે બે હજાર નિર્દોષ લોકોની લાશ !
લાહોરમાં મંદિરોનો અંતિમ દિવસ
સવાર-સવારમાં જ ફોનની ઘંટડી રણકી ઊઠી.
૪