________________
પ્રકરણ : ૨
પાકિસ્તાનનાં જૈન મંદિરો
લાહોરનું દિગંબર જૈન મંદિર
'ऐती मार पई कुरलाने, तैं की दर्द न आया '
ભાવાર્થ : બાબરના આક્રમણ બાદ દુ:ખી, ભૂખી, બેહાલ આમજનતાના હાલ જોઈને ગુરુનાનકે કહ્યું હતું કે, આટલી હત્યા અને ચિત્કાર પછી પણ કોઈ સંવેદના (દયા) ન આવી ?
અમે દર રવિવારે સાંજે ‘પંજાબી અદબી સંગત’ની ગોષ્ઠીમાં કેટલાંય વર્ષોથી નિરંતર જઈએ છીએ. કવિ, લેખક, બુદ્ધિજીવી તથા સાહિત્યમાં રુચિવાળા લોકો હોય છે. ધર્મ, દર્શન, સાહિત્ય, રાજનીતિ, સામાજિક તથા અન્ય અનેક વિષયો પર વિમર્શની સાથે શાયરીઓ પણ સંભળાવવામાં આવતી, ઇતિહાસનાં પાનાં ઊલટાવાતાં. સામાન્ય રીતે ઉજ્જવળ આ પાનાંઓમાંથી કોઈકોઈ પાનાં લોહીથી ખરડાયેલાં નજરે આવે છે.
જૂની અનારકલી બજારમાં શીશમનું એક મોટું વૃક્ષ છે. આ વૃક્ષની નીચે ૧૮૫૭ના સૈનિકો પર દેશદ્રોહનો આરોપ મૂકીને તોપમારા દ્વારા નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી. ત્યારે લાહોર સિવાય સિયાલકોટ, રાવલપિંડી, લાયલપુર વગેરે કેટલાંય શહેરોમાં આ રીતે તોપો ગરમ થઈ હતી.
જૈન મંદિર
અમે ચાલતાં કપૂરથલા હાઉસ પાસે પહોંચી ગયા. હવે અમારી સામે ત્રિકાણ આકારની અંદર જૈન મંદિર હતું. આ લોહોરનું સૌથી પ્રખ્યાત જૈન મંદિર છે. આ ચોકને પણ જૈન મંદિર ચોક જ કહેવાય છે. વાતો કરતાં કરતાં અમે જૈન મંદિરની બિલકુલ સામે પહોંચી ગયા.
મારી સાથે ચાલતા કંવલ મુશ્તાકે ઇતિહાસ ઊખેળ્યો અને કહેવા લાગ્યો કે, સિકંદરથી માંડીને અંગ્રેજો સુધી બધા ભૂખ્યા, મુગલ, ખીલજી, લોધી બધા જ ભૂખ્યા,
3