________________
પ્રકરણ : ૧
પાકિસ્તાનનાં જૈન મંદિરો
લાહોરનું સરકારી સંગ્રહાલય
સંગ્રહાલયમાં પડી છે થાપણ
અંગ્રેજોના સમયમાં જ્યારે પણ આ સંગ્રહાલયમાં આવવાનું થતું તો અહીં ગંધાર આર્ટની વિશાળકાય મૂર્તિઓ જોવા મળતી, જેની બન્ને બાજુ (બાહુ) અને બંને પગ સમયની ઊથલપાથલમાં કદાચ ક્યાંક ખોવાઈ ગયાં હતાં તેના પરિચયની તક્તી પર લખ્યું હતું –
ભગવાન મહાવીરની મૂર્તિ - બીજી શતાબ્દી.
આ મૂર્તિઓ ક્યાંથી અને ક્યારે પ્રાપ્ત થઈ તે વિશે પ્રશ્નાર્થચિન્હ છે. ગુરુ આત્મસમાધિની પાદુકા
આ સંગ્રહાલયમાં આગળ વધ્યો તો જમણી બાજુની કાશ્મીર ગૅલેરીની સામે સંગેમરમરનો એક ચબૂતરો છે, જેના પર આરસની ગુંબજ છે. વેદિકાની ચારેકોર તોરણો પર ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ સુંદર રંગોમાં ટંકોત્કીર્ણ જોવા મળે છે. સુંદર તથા મોટી સાઈઝના આ ગુંબજની બિલકુલ નીચે ચરણપાદુકાની ચારે દિશાઓમાં ચરણોનાં ચિહ્નો સુંદર કારીગરીથી જડવામાં આવ્યા છે. સામે લોખંડની તક્તી પર લખ્યું હતું –
‘‘ગુજરાવાલા તરફથી પ્રાપ્ત શ્રી આત્મારામજીની ચરણપાદુકા’’
શ્રી આત્મારામજી મહારાજ જૈન ધર્મના આચાર્ય અને ગુજરાવાલાના જૈનોની નિષ્ઠાના આત્મા. જોતજોતામાં હું તેમનાં ચરણોમાં ખોવાઈ ગયો. શું આત્મા જ્યારે પરમાત્મામાં લીન બની જાય છે ત્યારે પૂજનીય બને છે ? ત્યારે ચરણ પણ પૂજાસ્થાન બની જાય છે. મને તે ચરણોની આંગળીઓ હાલતી નજરમાં આવી. હું એકીટસે તે ચરણોને જોઈ રહ્યો, જોતો જ રહ્યો. પછી હું સ્વયં તે પાવન ચરણોનો હિસ્સો બની ગયો.
૧