________________
------------પાકિસ્તાનનાં જૈન મંદિરો-----------------
“જ્ઞા-રજ્ઞા વરવીને મેં વધારે રક્ષા હોર્ડ (બુલ્લેશાહ)
ભાવાર્થ : પોતાના નાયક (પ્રિયતમ) પ્રત્યે સમર્પિત તન્મયતાથી સ્વયં જ (નરથી નારાયણ) પ્રિયતમ રૂપને પ્રાપ્ત કરવું.
કેમેરાના અવાજથી મારી સમાધિ તૂટી. ડાબી તરફની ગેલેરીમાં અલગ જ દશ્ય હતું. લાકડાની અભરાઈ પર જૈન ધર્મના તીર્થકરોના સ્વર્ણમંદિર, સાધુસાધ્વીઓનાં જીવનને કોતરવામાં આવ્યાં હતાં. કદાચ કોઈ તીર્થનો નકશો હતો.
એક કલાત્મક સ્ટેન્ડ પર ભગવાન મહાવીરના શિષ્ય શ્રી ગૌતમસ્વામીની ખૂબ સુંદર ખંડિત પ્રતિમા તો એવી લાગતી હતી કે જાણે હમણાં બોલી ઊઠશે અને પોતાની લબ્ધિઓનું અમૃત વરસાવશે!
તેનાથી આગળ તોપગોળાની ગેલેરી પાર કરતાં જ પ્રાચીનકાળની હિન્દુ, બૌદ્ધ તથા જૈન ધર્મથી સંબંધિત મૂર્તિઓ હતી. પછી કાચની તિજોરી (કબાટોમાં ‘તરખાના” ગામથી મળેલ ભગવાન મહાવીરની મૂર્તિઓ, સંગેમરમરની ચરણપાદુકાઓ અને બીજું પણ ઘણું બધું હતું. તેમાંની એક છે અત્યંત જીર્ણ બનેલ દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિની ચરણપાદુકા, કે જે બહાવલનગર જિલ્લાના મુરોટકોટથી પ્રાપ્ત થઈ હતી, જે અહીંથી સ્ટેટ મ્યુઝિયમ, બહાવલપુરમાં રાખવામાં આવી.
હું એક વાર ફરી શ્રી આત્મારામજીનાં ચરણોમાં આવીને લીન બની ગયો.