________________
સમુદાયમાં રહેવા ટેવાયેલી આ પ્રજા જ્યારે ભાગલા પછી સ્થિતિ બદલાઈ ત્યારે ભારતને ૨ પછી ફરી. આ દરમ્યાન કેટલાક લોકો એ મંદિરોની પ્રતિમાજીને પાછા લાવવમાં સફળ { રહ્યા તો કેટલાકના અંશ આજે મળતાં નથી. આ પુસ્તક એક સમયે પાકિસ્તાનમાં જૈનોના આ ભવ્ય ઈતિહાસના મૂળ તરફ આપણને લઈ જાય છે. ખૂબ જ સરળ અને ભાવવાહી શૈલી, ' જાણે કે કથા કહેવાતી હોય તે રીતે એક પછી એક પ્રકરણ આવે છે. પુસ્તકમાં કુલ ૬૨ ૧ પ્રકરણ છે, જાણે કે ૬૨ ઇતિહાસના ખંડ, અને દરેક પાસે એક કથા, એક સમય અને
એક સમાજ. આજે આ ૬૨ કૂંચીબંધ ખંડને એક-એક પ્રકરણની કુંચીથી ખોલતાં જઈએ છીએ અને એક-એક પ્રકાશદીપ પ્રગટે છે.
શ્રી ગુણવંતભાઈ બરવાળિયા જૈન ધર્મના અભ્યાસુ અને સાહિત્યના સંનિષ્ઠો ચાહક છે, તેમનો હંમેશનો પ્રયાસ પોતાના વાચકોને સંદર્ભ અને માહિતીથી સભર કરવાનો રહ્યો છે અને પરિણામે આજે તેમણે આ પુસ્તકને પણ શોધી જૈન સાહિત્યના પ્રદાનમાં વધુ એક ઉમેરણ કર્યું છે.
પુસ્તકમાં કેટલાક સાહિત્યિક ચિત્રોનું આલેખન ધ્યાન ખેંચે છે, કાલાબાગનું એક છે આ ચિત્ર જુઓ, સાંજ થવા આવી. પેલા સજ્જન ચાલ્યા ગયા. અમે બને બજારમાં હતા. tપહાડના શિખર સુધી ગલીઓ, મકાન, દરવાજા નજરે પડતાં હતાં. લાગતું હતું કે અમે એક ખૂબ ઊંચા શહેરના પગમાં ઊભા છીએ!
એક સમયમાં જ્યાં જૈન વસ્તી રહી હશે તે વિસ્તાર વેપાર કે અન્ય કોઈ કાર્યથી ધબકતો રહેવા સામાન્ય રીતે પામ્યો હશે. એટલે ત્યારનું જીવન અને વર્તમાન જીવનની ઈ તુલના પણ કરી શકાય. સાથે શોધનું એક પગરખું વિકાસ સાથે પણ જોડાય છે. કંગનો
ભાવડા મહોલ્લો પણ આવો જ વિકસિત થયો હતો. લાહોરથી ૨૭૦ કિ.મી. પશ્ચિમમાં છ જિલ્લા સ્તરનું શહેર ગંગ એક સારું વ્યાપારી કેન્દ્ર છે. આ વિસ્તાર પંજાબનો એક ભાગ ' હતો, જે વિભાજન પછી પાકિસ્તાનમાં છે. એક સમયે રાજસ્થાન અને પંજાબથી કેટલાક - પરિવાર અહીં આવીને વસ્યા અને ખૂબ જ વિકસિત થયા. જે જગ્યાએ તેઓ રહેતા છે તેનું નામ પણ મુહલ્લા ભાવડા પડ્યું હતું. આજે ત્યાંની હવેલી જોઈને પૂર્વ સમયની
સમૃધ્ધિનો ખ્યાલ આવે છે. પરંતુ ત્યાથી જૈનોની વસ્તી કેમ ચાલી ગઈ, એના ચોક્કસ કારણો મળતાં નથી. આ લોકો ૨૦૦-૨૫૦ વર્ષ અહીં રહ્યા હશે અને ઈ.સ. ૧૮૮૦- ૧૯૦૦ની આસપાસ શહેર છોડ્યું હોય તેવું અનુમાન છે. જૈનો આ વિસ્તારમાં રહ્યા, હતા તેનો ઉલ્લેખ સરકારી રેકોર્ડમાં મળે છે, તે અંગે લેખકે માહિતી આપી છે અને આગામી સંશોધન માટેનો એક અધ્યાય અહીં આરંભાય છે, જેમને આ પ્રશ્ન સતાવશે, તે કદી ભવિષ્યમાં આ દિશામાં કાર્ય કરશે.
લેખકે પાકિસ્તાન ફરીને ત્યાંના આ સ્થાપત્યોની જાણકારી મેળવી છે. તે