________________
વારસાની એક જીવંત કથા : ભવ્ય ઇતિહાસની આજ
ડો. સેજલ શાહ (તંત્રી : પ્રબુદ્ધજીવન). ઈતિહાસના પાના પર કેટલીક ઘટનાઓ વિખરાયેલી પડી હોય છે અને સમયના પટ પરથી જ્યારે કોઈ સંશોધક ધૂળ ઉડાડે છે ત્યારે તેના ભૂતકાલીન સકેતો ઝળહળતો. ઈતિહાસ ખોળે છે. આ સંશોધનમાંથી જે સંકેતો મળે છે, તે નવાં ઐતિહાસિક સત્યો. શોધવા પ્રોત્સાહિત કરે છે. પાકિસ્તાનની ધરતી પર જૈન મંદિરોના સંશોધન પરનું ૧ શ્રી ઇકબાલ કેસરનું પુસ્તક “ઉજડે દર દે દર્શનનો હિન્દી અનુવાદ મહેન્દ્રકુમાર મતે ન કર્યો છે, જેનો ગુજરાતી અનુવાદ શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ કરીને બહુ જ મહત્ત્વના ઇતિહાસનાં પાનાં ઉજાગર કરી બતાવ્યાં છે. સામાન્ય રીતે આપણે દેશ પ્રમાણે ધર્મ અને વેશ જોવા ટેવાયેલા છીએ, એટલે પુસ્તકનું શીર્ષક જ જરા ચોંકાવી દે કે. પાકિસ્તાનમાં જૈન મંદિરો ક્યાંથી હોવાનાં ? પછી જરા અટકીને યાદ કરીએ તો સમજાય કે પંજાબમાં રહેલા જૈનોના મૂળ કદાચ એ તરફ મળી આવે અને પછી આત્મારામજીનું ( નામ યાદ આવતાં શક્યતા વિશ્વાસમાં પલટાવાય. કેટલાંક સંશોધનો માત્ર ભાષાને કારણે આ પ્રજા સુધી ન પહોંચે તેનો અફસોસ થાય, પરંતુ એ અફસોસ થાય એ પહેલાં જ { ગુણવંતભાઈએ ખૂબ જ ચોકસાઈ અને ચીવટતાપૂર્વક એક મહત્વના ગ્રંથને ગુજરાતી વાચકો અને અભ્યાસુઓ સુધી પહોંચાડી મહત્વનું કાર્ય કર્યું છે. પાકિસ્તાનમાં જૈન મંદિરોના અસ્તિત્વ વિષે કુતૂહલતા અને શક્યતા બનેને અહી વિસ્તારપૂર્વક આલેખવામાં આવ્યું છે.
પાકિસ્તાનનાં જૈન મંદિરો : એક ખોવાયેલા ઈતિહાસ તરફ આપણું ધ્યાન ર દોરવા ઉપરાંત આ ક્ષેત્ર તરફ સંશોધનની કેટલીક શક્યતાઓ પણ ઉઘાડી આપી છે. અને
ત્યાં સુધી દરેક પ્રકરણ એક-એક વિસ્તારને આવરી લે છે અને ત્યાંની માહિતી મળી ન આવે છે, ઉપરાંત ઐતિહાસિક માહિતી પણ આપવામાં આવી છે. છે આજે જૈન ધર્મની વાત થાય ત્યારે તેના સંતો પાકિસ્તાનમાં મળી આવે, તેવા. ૧ વિચારો સામાન્ય રીતે પ્રમાણમાં ઓછા જોવા મળે, પણ પુસ્તકમાંથી પસાર થતાં અનેક મંદિરોના અસ્તિત્વનો અંશ આ વિસ્તારમાં મળે ત્યારે નવાઈ પણ પમાય. સામાન્ય રીતે
ઓછા ચર્ચાયેલા વિષયો અંગે કેટલાક ભ્રમો આવા સંશોધનથી તૂટતા હોય છે. આજની ૧ વાસ્તવિકતા એવી છે કે મોટા ભાગનાં મંદિરો એટલી હદ સુધી લુપ્ત થઈ ગયાં છે કે