________________
શ્રી મુનિસુવ્રતસ્વામીનાં પૂર્વભવે
૨૭
અસર થઈ. નંદન મુનિવરે વૈરાગ્યવાહિની દેશના આપી. સુરશ્રેષ્ઠ રાજવીને આ સાંસારિક ભેગવિલાસે પરિણામે રેગકર્તા જણાયા, આયુ તૃણના અગ્રભાગ પર રહેલ જળબિંદુ જેવું અસ્થિર લાગ્યું અને સંપત્તિ–લકમી વીજળીના ચમકારા જેવી ચંચળ જણાઈ. સદ્ભાગ્યને કારણે જ નંદન મુનિને પિતાને પરિચય થયો છે, એમ માની તેણે તેમનો વિશેષ ને વિશેષ પરિચય શરૂ રાખ્યો. જેમ જેમ રાજવીને બેધ વધતે ગમે તેમ તેમ તેને તેના અમૃતસ્વાદની વિશેષ ઝંખના થવા લાગી. હવે તે તે કર્મના ઊંડા ને ગહન નિયમો અને તેની પ્રકૃતિ આદિની ગુરુ સાથે ચર્ચા કરતે. દીર્ઘ ગુરુ-સહવાસથી તેને સંસારની અસા સમજાઈ અને અગાધ સંસાર-સાગરમાંથી પાર પહોંચાડનાર નૌકા સમાન ભાગવતી દીક્ષા લઈ આભેદ્ધાર કરવા નિર્ણય કર્યો. એગ્ય સમયે તેમણે આત્મવીલાસપૂર્વક નંદન મુનિ પાસે, સર્પ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ ભેગવિલાસને ત્યજી દઈને, પ્રવજ્યા ગ્રહણ કરી અને દેહદમન શરૂ કર્યું. ઉગ્ર તપશ્ચર્યા, શુદ્ધ કિયા અને વિશુદ્ધ ચારિત્રપાલનપૂર્વક સંયમી જીવન શરૂ કર્યું. જેમ જેમ શાસ્ત્રીય ધ વધતો ગયો તેમ તેમ અધ્યાત્મપરાયણ પ્રવૃત્તિ પણ સતેજ બનતી ગઈ. આત્મકલ્યાણ અને આત્મચિંતવન એ જ એમને મુખ્ય અયવસાય બની ગયો. પ્રાંત અરિહતની ભક્તિ વિગેરે સ્થાનકના આરાધનાથી તેમણે તીર્થકરનામક ઉપાર્જન કર્યું અને આયુ પૂર્ણ થયે કાળધર્મ પામીને સુરષ્ઠ રાજવીને જીવ પ્રાણુત નામના દશામા દેવલોકમાં દેવ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com