________________
૫૦
| [ સિદ્ધિદાથક મંત્રસંગ્રહ
ત્રદ્ધિ-સિદ્ધિ મળે એવી ભાવનાથી) ન કરવી; કારણ કે તેમ કરવાથી આપણે ચિતામણિ રત્ન કેડીના મૂલ્ય વેચી દઈએ છીએ. મંત્ર અગર તંત્ર પિતાને પ્રભાવ અવશ્ય દર્શાવે છે જ, ભક્તજનને સહાય કરે જ છે પરંતુ આપણે તેવી ભાવનાથી ધમકરણ કરવી ઉચિત નથી. આગમશા વાંચતા આપણે જાણું શકીએ છીએ કે ઉગ્ર તપસ્વી વિષ્ણુકુમાર, ચકવર્તી સનકુમાર વિગેરે વિગેરેએ અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી પરંતુ તેને ઉપયોગ તેઓએ પિતાની અંગત સુખસાહ્યબી માટે કદાપિ કર્યો જ નથી. આપણે પણ તેવા મહાપુરુષના જ અનુયાયી છીએ અને તેથી તેવા પ્રતાપી પુરુષના પગલેપગલે ચાલવાને યત્ન કરે એ આપણું આવશ્યક કતવ્ય છે.
શ્રી સિદ્ધચકના આરાધન અગે તેનું સમગ્ર વિધિવિધાન કે પ્રતિદિનની કાર્યશેલી વર્ણવતા ઘણું જ વિસ્તાર થાય તેથી તે અમારા જ તરફથી પ્રકાશિત થયેલ “ શ્રીપાલ મડારાજાના સચિત્ર રાસ” નામના પુસ્તકમાંથી જાણી લે. શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક દેવ શ્રી વિમલેશ્વર યક્ષ સદૈવ જાગ્રત અને ભકતજનના દુઃખ-દારિદ્રય ચૂર્ણ કરવામાં ઉધમવંત છે. તેમના નામની પણ બની શકે તે પ્રતિદિન વકારવાળી ગણવી.
અરિહંતાદિક નવે પદની ક હી પદ સાથે જોડીને નવકારવાળી ગણવાની હોય છે. સિદ્ધચકના સમગ્ર માંડલાની કમળ પત્ર સમાન રચના કેવી રીતે કરવી તેની સમજ તેમજ આવશ્યક ક્રિયા અને અનુષ્ઠાન માટે નીચેની પંક્તિઓ બરાબર ખ્યાલમાં રાખવી. આ પ્રમાણે સાડા ચાર વર્ષ પર્યક્ત આરાધના કરી છેવટે થાશકિત તપનું ઉજમણું કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com