________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ઉચિત માન્યું છે. પ્રશસ્તિ, મંગધડા પાર્શ્વનાથ સ્તર, संतिकर स्तव, लघुशान्ति स्तव, तिजयपहुत्त, नमिऊण, बृहत्शांति स्तव, जिनपंजर स्तोत्र भने गौतमस्वामी स्तोत्र ઈત્યાદિને સમાવેશ કરવામાં આવે છે.
ग्रहशांति આ સ્તોત્ર ચૌદપૂવી, તપગચ્છના છઠ્ઠ પટ્ટધર અને શ્રી સ્થૂલિભદ્રના વિદ્યાગુરુ શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલ છે. શ્રી ભદ્રબાહુસ્વામી એટલે અજોડ વિદ્વાન. ન્યાય, તર્ક, વ્યાકરણ અને જ્યોતિષશાસ્ત્રાદિમાં તેઓ પૂર્ણ પારંગત હતા.
દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુરમાં તેમનો જન્મ થયેલ. તેઓ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. જેનાચાર્ય શ્રી યશોભદ્રસૂરિના સંસર્ગમાં આવી તેમણે જેની દીક્ષા સ્વીકારી. તેમને વરાહમિહિર નામને લઘુબંધુ હતું. તે પણ જન સાધુ બળે હતો. બંને તિષવિદ્યામાં વિચક્ષણ બન્યા, પરંતુ બંને વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર હતું. શ્રી ભદ્રબાહુસ્વામી શાંત અને નમ્ર હતા, વરાહમિહિર ઉગ્ર અને અભિમાની હતા. ભાગે વરાહમિહિરથી દીક્ષાનું પાલન ન થયું અને તેણે ચારિત્રને ત્યાગ કર્યો. તેનું જ્યોતિષ સંબંધી સારું જ્ઞાન જાણી નંદરાજાએ તેને રાજસેવામાં નિયુક્ત કર્યો,
જ્યોતિષ જ્ઞાન સંબંધી ભદ્રબાહુસ્વામીની ખ્યાતિ ચારે દિશામાં વિસ્તરી ગઈ અને અપ્રતિહત જ્યોતિષાચાર્ય તરીકે તેમની ગણના થવા લાગી. સ્વભાવસુલભ ઈર્ષ્યાથી વરાહમિહિરને તેમની યશ-પતાકા શલ્યની માફક ખુંચવા લાગી, એટલે ભદ્રબાહસ્વામીને હેરાન કરવા સમયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com