________________
-
-
૧૭૪
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ કર્મો અને અંતરા દૂર થાય. તમારું હૃદય નિર્મળ છે જેથી ચિંતાને જલદીથી અંત આવશે. પરદેશમાં રહેનાર માણસથી તમારે મેળાપ થશે ને ધર્મપ્રભાવથી તમે સુખી થશે.
૨૨૩-સુખના દિવસે નજદીક આવ્યા છે, એશઆરામ અને ધનવૈભવને લાભ થશે. પત્ની અને સંતાનનું સુખ સાંપડશે. જે કામ કરશે તેમાં ફાવશે, તમે પરદેશ જવામાં લાભ મેળવશે. તમારી શુદ્ધ દાનત તમેને લાભદાયક બનશે. ધર્મના કાર્યમાં સુરતી રાખવી નહિ, ધર્મ આરાધન કરે તેમાં તમારું કલ્યાણ છે.
૩રર–જે કામ ધાયું છે તેમાં લોકે વિન નાખશે. રાજ્ય તરફથી નારાજગી થશે. જે સુખી થવું હોય તે ધારેલ કામ છેડી દે. તમારા અનુયાયીઓ બદલાઈ ગયા છે, તેને વિશ્વાસ ન કરો. તમારે માટે ધર્મધ્યાન એ જ વસ્તુ ઈષ્ટ ને લાભદાયક છે. તેમાં મગ્ન રહે. તેમાં જ ભવિષ્ય સુધરશે ને સુખ મળશે.
ઉપર પ્રમાણે ૨૭ કઠાને યંત્ર અને તેનું ફળાધીશ અને એ પ્રાચીન ગ્રંથના આધારે આ ગ્રંથમાં લીધું છે, જે વસ્તુ એટલી બધી ઉપયોગી અને પ્રમાણભૂત છે કે જેના માટે અમે જેટલું લખીએ તેટલું ઓછું છે. જેના પર શ્રદ્ધા રાખી તેને સદુપયોગ સમજપૂર્વક કરવા સર્વને ભલામણ છે.
.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com