________________
કાઈ પણ સાત સ્વમાં જીએ, ખળદેવની માતા, એમાંથી કાઇ પણ ચાર સ્વમાં જુએ. આ ત્રેસઠ પુરૂષા શલાકા પુરૂષા કહેવાય છે. માંડલિક રાજાની માતા કોઈપણ એક સ્વમ જુએ.
+
ફ્લુના જ્ઞાન માટે અભ્યાસ આવશ્યક છે.
કયા સ્વપ્નનું ફૂલ સારુ, ક્યાનું ખાટુ તેને માટે તેના જ્ઞાનની જરૂર છે: અન્યથા એમાં ગેાથું ખાઇ જવાય તેમ છે. જેમ શુકન શાસ્ત્રમાં વિચિત્રતા છે તેમ આમાં પણ છે. શુકનમાં કહે છે, સામે વિધવા મળે તેા ઠીક નહિ (સૂચના રૂપ) પણ માતા વિધવા મળે તે શુભ. કેમકે તે હિતચિંતક છે. મત્સ્ય, મદિરા ઘટ, વેશ્યા આ તમામ ચીજો આમ તે ઘૃણાત્મક છે પણ એનાં શુકન સારાં ગણાય છે. કારણ તે વિષયના જ્ઞાતાએ જણાવી શકે. સ્વપ્નમાં પણ એવું છે. સ્વપ્નમાં જે પેાતે પેાતાને ભાજન કરતામિષ્ટાન્ન જમતે જીએ, તે થાડા દિવસમાં કાઈ સ્નેહીના મરણના ખબર મળવાનું ફળ બતાવે છે. સ્વપ્નમાં હસવું એ રડવા માટે છે, વગેરે. તાત્પર્ય કે આ ફૂલના જ્ઞાન માટે એ નિમિત્ત શાસ્ત્રના ગુરુગમથી અભ્યાસની
આવશ્યકતા છે.
X
X
*
સ્વપ્નું છે સંસાર
ખરેખર ! ‘સ્વપ્ન ’ શબ્દના ઉપયાગ, ઈશ્વર પ્રત્યે ચેતનામય આત્માને દ્વારવા દરેક આસ્તિક ભક્ત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com