________________
માટે માર્ગ બતાવે. સ્વપ્ન દેવમૂર્તિ પાસે હદયથી વિદિત કરવું. કેટલાક લોકે કહે છે, ગાયના કાનમાં કહેવું; વિશેષ ગુરુગમથી જાણવું પણ જેને તેને ન કહેવું એટલું તે ચોકશન છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી
સ્વપ્ન જોઈ જાગ્યા પછી લઘુશંકા કે વડીશંકા કરવાથી શું ફલ જાય? ત્યાં નિયમ હેય તે ખરો, પણ ટાટાન્ય બુદ્ધિ એમ કહે છે કે, લઘુશંકા કે વડીશંકાના કારણે આવેલ સ્વપ્નનું ફલજ ન હોય, પછી પ્રશ્ન રહેતો નથી. જે સારૂ ફલ આપનારું સ્વપ્ન આવ્યું હોય અને જાગી જવાય, ને ફરી ઉંઘે અને પછી નરસું ફલ આપનારું સ્વપ્ન આવે તો, પ્રથમના સ્વપ્નનું ફલ માણ્યું જાય, ને પછીના સ્વપ્નનું ફળ મળે. માટે સારું ફલ આપનારું સ્વપ્ન જોઈને જાગી જવાયું હોય તે, પછી બાકીની રાત્રિ પ્રભુના પવિત્ર નામ સ્મરણમાં, ધર્મ ચિંતવનમાં, એકાંત કલ્યાણપ્રદ શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રના સ્મરણમાં, પવિત્ર મહા પુરૂષ તથા મહાસતિઓના જીવન ચિંતનમાં નિર્ગમન કરવી.
પછી સૌ જાગે તે ઘંઘાટ ન કરાય. જે પ્રથમ નરસું ફલ દેનારું સ્વમ આવ્યું હોય, ને જાગી જવાય તે નિયમ એ છે કે ફરી સૂઈ જવું. યદિ જે સારું સ્વમ આવી જાય તે પ્રથમના સ્વમનું ફલ રદ થઈ જાય; પણ પ્રશ્ન એ છે કે, જે સારું સ્વમ પછી ન આવે તે ! તે સ્પષ્ટ છે, કે શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રના
સ્મરણથી અનિષ્ટ માત્ર દૂર થાય છે તે તેનું સ્મરણ કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com