________________
શરીર શાસ્ત્રના નિષ્ણાત ત્યાં અટકે જ્યારે આત્મ શાસ્ત્રના-નિષ્ણાત-જ્ઞાનીઓ આગળ વધે છે, અને વધેજ ને! જેઓ જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રંગ, શેક, દુર્ગતિ, પરિભ્રમણ આદિ સતત ભયંકર સૃષ્ટિમાંથી આત્માને સતત જાગૃત દશામાં લાવવા અને એવા સ્થાને લઈ જવા માગે છે. કે જ્યાં જન્મ જરા અને મૃત્યુને સદાને માટે ભયજ ન હોય?
શરીર શાસ્ત્રના નિષ્ણાતે જ્યારે માત્ર શરીર તથા હાટ- હૃદયને હળવું કરવા કહે છે. ત્યારે જ્ઞાનીએ આત્માને હળવા કરવા કહે છે. સૂતી વખતે આખા દિવસના પાપને પશ્ચાતાપ કરી હળવા થવું, સુકૃતની અનુમોદના કરી પ્રમુદિત થવું, ધર્મ ચિંતવન કરવું, તત્ત્વ વિચારણા કરવી, મથ્યાદિ કે અનિત્યાદિ ભાવનાથી આત્માને ભાવિત–પ્લાવિત કર, ચૌદ નિયમોને સંક્ષેપી આત્માને વધુ હળવો કરે, રાત્રે વિશેષતઃ અભિગ્રહ કરવા, ચાર શરણ (અરિહંત-સિદ્ધ સાધુ શ્રી વીતરાગ પ્રણીત ધર્મનાં) ગ્રહણ કરવાં અને પછી શ્રી પરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તન્મય થઈ સૂઈ જવું.
શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્ર
આત્મા હળવે થાય, પવિત્ર થાય અને શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રના સ્મરણમાં તલ્લીન થાય, પછી એ જાગ્રત આત્માને દેવ પ્રેરીત આત્મીય આનંદ સરોવરમાં ઝીલાવનારું જસ્વમ આવે ને? શ્રાવક પંચપરમેષ્ઠિ મંત્રના સ્મરણમાં એવે તહલીન થઈને સૂએ કે, જાગતાં જાગૃતિ આવ્યા પહેલાં)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com