________________
પ્રાણીઆ ભજી લેને કિરતાર, આ તે સ્વપ્ન છે સંસાર.
ભેજે ભગત.
એમાં શી નવાઈ ?
હવે જરા, નહિ ફલ આપનારાં, ભ્રમણાથી આવતા સ્વપ્નાં અંગે વિચારીએ. દિવસની તન્મય સ્થિતિ સ્વપ્નમાં આવે એમાં નવાઈ શી ? અને તેથી આગળ વધીને તેવી પ્રવૃત્તિ પણ ઊંઘમાં થતી હોય છે. દિવસે સટ્ટામાં લીયા-દીયા કરનારાઓમાંથી જે વધુ તન્મય બને છે તે, રાત્રે નામાં- પણ ઊંઘમાં જેરથી, બીજાઓ સાંભળે તેમ “લીયા-દીયા લે છે અને હાથ પગ પણ હલાવે છે. કાપડને આંગળીથી ફાડવામાં અતિ તન્મય બનનાર કાપડી, કેઈક વખત ઊંધમાં ધોતિયાને ફાડતા હોય છે.
ઉપાય.
આવાં નિર્થક સ્વપ્નાં ન આવે એને કાંઈ ઉપાય ? શરીર શાસ્ત્રના નિષ્ણાતો કહે છે, સૂતી વખતે શરીરના તમામ ગાત્રોને હળવા કરવા, હૃદયને પણ હળવું કરવું, ચિંતા માત્રને ત્યાગ કરે. નિષ્ણાતમાં જેઓ આસ્તિક છે તેઓ આગળ વધીને કહે છે, પરમાત્માનું સ્મરણ કરતાં સૂઈ રહેવું. કેઈને આજના જડવાદને વાયુ એ છે કે, એ નિષ્ણાતેમાંથી કોઈને એમ પણ તર્ક થાય કે, “પરમાત્માનું સ્મરણ
એ પણ ચિંતા !” બિચારાને ખબર નથી કે પરમાત્માનું મરણ એ ચિંતા નથી. સહજાનંદ સવભાવમાં રમણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com