________________
woo jepueyque bejeun MM
jeins 'ejewn-jepueyque
! wemseweypns əəJYS
પ્રતાપી અને મહાપુરુષના જીવનચરિત્ર જેવી પરોપકારક વસ્તુ બીજી ભાગ્યે જ સાંપડે છે. દેશના ભરપૂર અને સદાચાર શીખવતા જીવનચરિત્રોથી પ્રાણીઓને આત્મભાન થાય છે અને અત્યારસુધી અંધકાર–અટવીમાં આથડતાં પ્રાણીને પ્રકાશમય પથ નજરે પડે છે, નિરાશ બનેલ કે મહાવિહીન હૃદયમાં આશાનું પુન: વન થાય છે અને મહત્વાકાંક્ષા પ્રગટવા સાથે તેનો અવાઈ ગએલ પુરુષાર્થ પ્રગટ થાય છે. એક રીતે કહીએ તો, મહાપુરૂષના અભાવમાં તેમનું જીવનચરિત્ર તેમના પ્રત્યક્ષ સમાગમ જેટલું જ સુખ અને આનંદ આપે છે.
અન્ય પ્રાણું ગણુની અક્ષિાએ મનુષ્ય એવું પ્રાણી છે કે શીધ્ર સદ્ભવસ્તુ ગ્રહણ કરી શકે છે. માનવીનું પ્રધાન લક્ષણ વિવેક-સારાસાર વિચારવાની શક્તિ છે. વચનમાં આવતાં સારા યા ખરાબ પ્રસંગોનું ચિત્રણ તેના હદય પર થઈ જાય છે અને સંસ્કારી બનેલો આત્મા વિકાસક અને પ્રગતિકારક તત્ત્વોને જલદી સ્વીકારી લે છે. સારું વાચન યા તે સારા અનુસરણની છાપ તેના કોમળ અંતરપટ પર પડે છે અને તેને અનુલક્ષીને તેના જીવનવ્યવહારમાં ધાર્મિક ભાવના દષ્ટિગોચર થાય છે. સંતપુરુષોના જીવનચરિત્રથી બુદ્ધિ કેળવાય છે અને ધીમે ધીમે કેળવાયેલી બુદ્ધિ છેવટે મનુષ્યને સાધ્યબિંદુ-મોક્ષ પ્રતિ આકર્ષી જાય છે.
આધુનિક સમયમાં વાચનને શોખ વધ્યા છે પરંતુ નીતિ, સદાચાર, વિવેક કે વિનયનું દિગ્ગદર્શન કરાવનારા વનચરિત્રનું સ્થાન કવિપત નવલકથાએ ઝડપી લીધું છે. મનુષ્યહૃદય લાગણીઓથી ભરપૂર છે; ક્ષણે-ક્ષણે નવીન તરગે અને અવનવી વૃત્તિઓ તેના હૃદયપ્રદેશમાં ઉત્પન્ન થાય છે, અને તેની અસર તેના વર્તન, ક્રિયા