________________
d
સ્વપ્નાં વારંવાર રટણ કે વિચારણા કરવાથી આવે છે, વાત, પિત્ત કે કફના દોષથી આવે છે, લઘુનીતિ કે વડીનીતિની શંકાથી આવે છે, વ્યાધિ વિશેષથી આવે છે, શરીર તથા મનની નિર્બળતાથી આવે છે, અતિ ચિંતાથી આવે છે, ખરાબ તન્દુરસ્તીથી આવે છે, છાતી જેવા થડકે મારી રહેલા મર્મસ્થાન પર હોથનું દબાણ આવવાથી આવે છે; આ તમામ સ્વનાં ફલ આપનારાં નથી. બહુ સ્વપનાં આવવાં એ તદુરસ્તીના અભાવને જણાવે છે. છાતી પર હાથના દબાણથી માણસ ભડકે છેઃ ચંકે છેઃ રડે છે. તે વખતે સ્વપ્નમાં તેવું ભડકાવનારું બીવરાવનારું દશ્ય દેખાતું હોય છે. સ્વપ્નને શરીર સાથે સંબંધ આ સિદ્ધ કરે છે.
સ્વપ્નને દેહ, ઈન્દ્રિયે, મન, આત્મા એ તમામ સાથે સંબંધ છે. સ્વપ્ન દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે અને દેહાદિ તેના સાધનો છે. અસ્તુ ! આ પ્રકાર સિવાયનાં સ્વપ્નાં જેવાં કે, નીરોગી શરીર હોય, નિશ્ચિત શરીર હોય, સ્વસ્થપણે નિદ્રિત હોય, લઘુનીતિ કે વડીનીતિની શંકા ન હય, ટૂંકામાં પ્રથમ કહ્યામાંના કારણે ન હોય અને સ્વપ્ન આવે, પુણ્ય પાપના ઉદયે સ્વપ્ન આવે, કોઈ દેવ વિશેષ પ્રત્યક્ષ આવે કે દશ્ય બતાવે, અર્થાત્ દેવમાયા વિરચિત સ્વપ્ન આવે એ સ્વપ્નાં સાચાં પડે છે. ફલ આપે છે. પછી સ્વપ્ન શાસ્ત્રના નિયમાનુસાર સારું કે ખોટું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com