________________
કાચા સુતરના તાંતણે જે બાંધી આ જિંદગાની છે, દરિયા તણાં મોજાં સમી તું જૂઠી જાણ જુવાની છે; અણધારી ઓ અજ્ઞાન હારી આંખ બંધ થવાની છે, અંતર તણું સહુ આશ અંતરમાં સમાઈ જવાની છે,
એક કવિ. આંખ બંધ થવાની ” ચેતવણી આપી, અંતર ચક્ષુ ઉઘાડનાર સંસારમાં જ્ઞાની મહાત્માઓ મળી રહે છે તેવા આત્મજ્ઞાનીઓના ઉચ્ચકેટીના વાતાવરણમાં ગુંજારવ કરતું ભારત જ્યાં સદાકાળ જાગૃત હોય ત્યાં ? કઈ વસ્તુ અશક્ત ગણાય ?
ફલ પરત્વે
હવે નિદ્રામાં આવતા સ્વપ્નાં સંબંધી જરાક વિચારીએ. સ્વપ્ન-નિમિત્ત શાસ્ત્ર, એ એક સ્વતંત્ર નિમિત્ત શાસ્ત્ર છે. એમાં સ્વપ્નાં શાથી આવે, કેટલાં કારણથી આવે, સ્વપ્નાં સાચાં કે જૂઠાં યાને ફળ આપે કે નહિ, કયા સ્વપ્નાં ફળ આપે, જ્યાં સ્વપ્નાં ફળ ન આપે, ફળ આપનારાં સ્વપ્નાં કેટલા સમયે ફળ આપે, આવેલ સ્વપ્ન કેઈને કહેવું કે નહિ, સ્વપ્નામાંથી જાગ્યા બાદ સૂવું કે નહિ? તથા કયા સ્વપ્નનું સારું ફલ? ક્યા સવપ્નનું નરસું ફલ? ચોકકસ સ્વપ્ન દાનું શું શું ફલ? આ તમામ વિગત સ્વપ્ન-નિમિત્ત શાસ્ત્રમાં છે. અત્રે એ વિજ્ઞાનની વિચારણાને અવકાશ નથી. આ કાંઈ તથાવિધ વૈજ્ઞાનિક ગ્રંથ નથી પણ સામાન્ય અવલોકન કરવું એ પ્રાસંગિક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com