________________
સ્તોત્રસંગ્રહ ]
નમસ્કાર કરીને ચાલ વીશીના તીર્થકરેના નામસ્મરણપૂર્વક દેહ-રક્ષણની અભ્યર્થના કરવામાં આવી છે.
श्री गौतमस्वामी स्तोत्र પરમ પ્રભાવિક, અનેક લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીનું આ સ્તોત્ર પ્રભાવિક અને ચમત્કારપૂર્ણ છે. “ગૌતમસ્વામી એટલું નામસ્મરણ પણ લાભકારક છે તે તેમના ગુણગાનગર્ભિત સ્તોત્રપઠનની તે વાત જ શી કરવી? શ્રી ગૌતમસ્વામીના નામસ્મરણનું ફળ બતાવવું તે સુવણને ઓપ આપવા જેવું છે. દરેક ગૃહે ગૃહે અને આબાલવૃદ્ધમાં તેમનું નામ પરિચિત થઈ ગયું છે. વ્યાપારીઓ પણ તેમના નામ
સ્મરણપૂર્વક પિતાને વ્યવસાય તેમજ માંગલિક કાર્યો કરે છે. મુનિઓ ભિક્ષા માટે જતાં તેમના નામનું સ્મરણ કરે છે. દરેક વ્યક્તિએ આ સ્તંત્રને પ્રતિદિન પાઠ કરે તે આવશ્યક અને આત્મકલ્યાણકારક છે.
તેઓ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીના મુખ્ય ગણધર હતા. તેમણે પિતાની તપશ્ચર્યા દ્વારા અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. સૂર્યકિરણના અવલંબન માત્રથી તેમણે એક એક
જનના પગથિયાવાળા અષ્ટાપદ પર્વત પર આરોહણ કર્યું હતું. અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા પૂર્વક અષ્ટાપદના પહેલા, બીજા અને ત્રીજા પગથિયા પર્યન્ત પહોંચેલા પંદરસો ને ત્રણ તાપસોને પ્રતિબોધી, દીક્ષા આપી પોતાની સાથે લઈ જતાં એક લઘુ પાત્રમાં ખીર લાવી, પોતાની અક્ષીણમહાનસી લબ્ધિના પ્રતાપે તે સર્વ મુનિઓને યોચ્છિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com