________________
શારીરિક તલ પ્રકરણ
શારીરિક તલ પ્રકરણ વ્યંજન એટલે તલ, મસા અને લહસન. આ ત્રણે વસ્તુ એની પૂરેપૂરી હકીક્ત આ નિમિત્તમાં જણાવવામાં આવેલી છે. (૧) શરીરની ચામડી ઉપર તલ જેવા આકારના અને શ્યામ વર્ણનાં જે ચિહ્ન દેખાય છે તેને તલ કહેવામાં આવે છે. (૨) શરીરની ચામડીથી કંઈક ઊંચી વધેલી ન્હાની માંસની ગાંઠ કે જે રાઈ અથવા બાજરીના દાણા જેવડી હોય છે તેને મસા કહે છે. એથી જે સ્ફોટા મસા હોય તે તે સારા નથી. (૩) લહસન તે કહેવાય છે કે જે કસુંબાના રંગ જેવા લાલ રંગના ચિહ્ન શરીરની ચામડી ઉપર ઉત્પન્ન થાય છે. તલ, મસા અથવા લહસન પછી કોઈ પણ ચિઠું સ્પષ્ટ રીતે દેખાઈ આવે અને તેને આકાર સુંદર હોય તે શુભ ફલદાયક થાય છે. જેને આકાર કે ઘાટ કદ્ર હોય અથવા ખંડિત થયેલ હોય તે તે સારું ફળ આપવાને અસમર્થ નીવડે છે. જનાગમના મહાનિશિથ સૂત્રમાં અને પ્રવચનસારવાર ગ્રંથમાં વ્યંજન શબ્દનો અર્થ તલ અને મસા એ બે જ લખેલ છે. તલ મસાને રંગ શ્યામ અને લહસનને રંગ લાલ અથવા કંઈક કાળાશ ઉપર હોય છે. મસ્તક ઉપર તલ, મસા અથવા લહસનનું ચિન્હ હોય તે તે શખ દરેક સ્થાને યશ-આબરૂ અને લાભ પ્રાપ્ત કરે. કપાળની જમણી બાજુ તલ હોય તે ધનપ્રાપ્તિ થાય, અને ડાબી બાજુ હોય તે તેનું થોડું પણ ફળ
અવશ્ય મળે છે, પણ સાવ નિષ્ફળ તે ન જ થાય. જ-નેણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com