________________
૧૨૦
[ સિદ્ધદાયક મંત્રસંગ્રહ
ચાલુ થઈ જાય છે. બાગ-બગીચાઓ તથા રસ્તાઓ ખેદાનમેદાન થઈ સર્વત્ર શૂન્યાકાર થઈ જાય છે અને અસંખ્ય પ્રાણુઓ પૂર્ણ જોખમમાં આવી પડે છે.
ભૂમિકંપ ઉત્પન્ન થવાનું કારણ ધર્મશાસ્ત્રોમાં એમ જણાવવામાં આવ્યું છે કે-જ્યારે પાતાલવાસી દેવતાઓ પરસ્પર લડાઈ કરે અથવા ગુસ્સાના આવેશમાં આવી જઈ જમીન ઉપર પાદપ્રહાર કરેલાત મારે ત્યારે પાંચ-પચીસ ગાઉ સુધી જમીન કંપી ઉઠે છે, પરંતુ એવી જ રીતે બળના પ્રમાણમાં હજાર–પાંચસે ગાઉ સુધી પણ જમીન કંપી ઊઠે તે તેમાં કંઈ જ આશ્ચર્ય જેવું નથી. બીજું કારણ એમ પણ જણાવવામાં આવ્યું છે કે જમીનની નીચે કઈ ખારા પદાર્થ માં વિકાર ઉત્પન્ન થયો હોય તે પણ જમીન કંપી ઊઠે છે.
ભૂકંપથી પરિણામ શું આવે? તે બતાવે છે – शब्देन महता भूमिर्यदा रसति कंपते ।। सेनापतिरमात्यश्च, राजा राष्ट्रं च पीड्यते ॥१॥
(શ્રી ઉત્તરાધ્યયને સૂત્ર ટીકા) અર્થ-જ્યારે જમીનમાંથી મેટે ધડાકે-અવાજ થાય અથવા જમીન કંપી ઉઠે ત્યારે રાજા, દિવાન, સેનાપતિ અને દેશના ઉપર ભારે સંકટ આવી પડે, અને રેગચાળે વૃદ્ધિ પામે. આ વાત તમામ જગત માટે નથી, પરંતુ જે સ્થાન ઉપર ભૂમિકંપ થયો હોય તે સ્થાનને આશ્રયીને જ કહેવામાં આવેલ છે.
ઈતિ ભૂમિકંપનિમિત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com